ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા ગોપાલ કૃષ્ણ અગ્રવાલ વડોદરામાં, કહ્યું: EVM હેકનો દાવો કોંગ્રેસનું કાવતરું

0
54

વડોદરાઃ ભાજપે વર્ષ-2014માં લોકસભા અને ત્યારબાદ ગુજરાત યુ.પી.ની ચૂંટણીમાં ઇ.વી.એમ. હેક કરીને જીતી હોવાના લંડનમાં હેકરે કરેલા દાવાનું ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાલ કૃષ્ણ અગ્રવાલે ખંડન કર્યું હતું. અને હેકરે કરેલા દાવાને કોંગ્રેસના અગ્રણી કપિલ સિબ્બલનું કાવતરું હોવાનો આક્ષેપ કર્યો હતો. વધુમાં એમ પણ જણાવ્યું કે, હેકરે કરેલા દાવાને ઇલેક્શન કમિશને પણ વાહિયાત ગણાવ્યો છે.

શત્રુઘ્ન સિંહા અને યશવંત સિંહાનું ભાજપમાં કોઇ સ્થાન નથી

ભાજપના અગ્રણી અને પૂર્વ સાંસદ શત્રુઘ્ન સિંહા અને યશવંત સિંહાનું ભાજપમાં કોઇ સ્થાન નથી. તેઓ અવાર-નવાર ભાજપ સામે નિવેદનો કરીને ચર્ચામાં રહેવા માંગે છે. ભાજપ તેઓના કોઇ નિવેદનો ઉપર ધ્યાન આપતું નથી. તેમ આજે વડોદરા ખાતે આવેલા ભાજપાના રાષ્ટ્રીય પ્રવક્તા અને અર્થશાસ્ત્રી ગોપાલ ક્રૃષ્ણ અગ્રવાલે જણાવ્યું હતું.

સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચાડાશે

અર્થશાસ્ત્રી ગોપાલ ક્રૃષ્ણ અગ્રવાલે જણાવ્યું હતું કે, તાજેતરમાં દિલ્હી ખાતે ભાજપાની રાષ્ટ્રીય પરિષદ મળી હતી. જેમાં સાડા ચાર વર્ષમાં ભાજપે અમલમાં મુકેલી 129 જન કલ્યાણકારી યોજનાઓ જેવી કે, જનધન, જી.એસ.ટી. અને ઉજ્જવલા લોકો સુધી પહોંચાડવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે પ્રમુખ શહેરોમાં ભાજપના અગ્રણીઓ જઇ રહ્યા છે.

વિપક્ષ મજબૂત સરકાર બનાવવા માંગે છે

કોંગ્રેસને આડે હાથ લેતા જણાવ્યું હતું કે, ભ્રષ્ટાચાર આચરવા તેમજ તેઓના જૂના કૌંભાડો ઉપર પડદો પાડી દેવા માટે વિપક્ષ દેશમાં મજબૂર સરકાર બનાવવા માંગે છે. જ્યારે દેશની જનતા મજબૂત સરકાર બનાવવા ઇચ્છે છે. આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપા વિકાસના મુદ્દા ઉપર ચૂંટણી મેદાનમાં ઉતરશે. રામ મંદિર કાનૂની પ્રક્રિયા પૂરી થયા બાદ બનાવવામાં આવશે.

ભાગેડુઓની સપંત્તી ભાજપ સરકારે ટાંચમાં લીધી

પહેલી ફેબ્રુઆરી-019ના રોજ આવનાર બજેટમાં ખેડૂતોને પ્રાધાન્ય આપવાના સંકેત આપતા તેઓએ જણાવ્યું કે, આર્થિક ક્ષેત્રે દેશનું નામ વિશ્વ ફલક ઉપર ગુંજતુ થયું છે. યુ.પી.એ.ના શાસનમાં વિજય માલ્યા, મેહુલ ચોક્સી, નિરવ મોદી જેવા લોકોએ કરોડો રૂપિયાની લોનો લીધી હતી. અને ભાજપના સમયમાં તેઓ વિદેશ ભાગી છૂટ્યા છે. પરંતુ, ભાજપ સરકારે તેઓની સંપત્તી ટાંચમાં લઇને રૂપિયા 3 લાખ કરોડ પરત લાવવામાં સરકાર સફળ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here