Tuesday, October 26, 2021
Homeભાજપના 27 વર્ષના રાજમાં પહેલી હોસ્પિટલ, કોંગ્રેસ રાજમાં 5 બની હતી
Array

ભાજપના 27 વર્ષના રાજમાં પહેલી હોસ્પિટલ, કોંગ્રેસ રાજમાં 5 બની હતી

અમદાવાદ:મ્યુનિસિપલ સંચાલિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈિન્સ્ટટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ મલ્ટિ સ્પેશિયાલિટી ટીચિંગ હોસ્પિટલનું ગુરુવારે સાંજે 4 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાશે.મોદી અહીં 15 મિનિટ સમીક્ષા કરશે. રૂ.750 કરોડના ખર્ચે તૈયાર કરાયેલી આ હોસ્પિટલ 18 જાન્યુઆરીથી 300 જનરલ બેડથી શરૂ થશે. ત્યારબાદ 24 થી 48 કલાકમાં સ્યૂટ અને સ્પેશિયલ રૂમ પણ શરૂ કરાશે. પેપરલેસ પદ્ધતિથી આ હોસ્પિટલનું સંચાલન થશે. 1987થી 2000 સુધી અને 2005થી અત્યાર સુધી કોર્પોરેશનમાં ભાજપના શાસનના 27 વર્ષમાં પ્રથમ વખત જ પહેલી હોસ્પિટલ સાકાર થઈ છે.

એક જ બિલ્ડિંગમાં 1500 બેડ અને હેલિપેડ ધરાવતી દેશની પહેલી સરકારી હોસ્પિટલ

7 ટાઈટનિક જેટલા વજનવાળું આ બિલ્ડિંગ

1.10 લાખ ચોરસમીટરમાં તૈયાર કરાયેલી અદ્યતન હોસ્પિટલ 78 મીટરની ઉંચાઈની અને એક જ બિલ્ડીંગમાં 1500 પથારી હોય તેવી પ્રથમ સરકારી હોસ્પિટલ છે.7.5ની તીવ્રતાનો ભૂકંપ અને પ્રતિ કલાક 170 કિ.મીની ઝડપે વાવાઝોડાનો સામનો કરી શકે તેવી આ હોસ્પિટલનુ બાંધકામ આરસીસી અને સ્ટીલફ્રેમથી તૈયાર કર્યું છે. જેના કારણે આ હોસ્પિટલનું વજન 4.34 લાખ ટન થાય છે.એક ટાઈટનિકનુ વજન 62 હજાર ટનનું હતું.

22 વિભાગ સાથે 90 ઓપીડી કન્સલ્ટેશન

મ્યુનિ.કમિશનર વિજય નેહરાએ કહ્યું કે, 22 વિભાગ સાથે 18મીથી હોસ્પિટલ શરૂ કરાશે. 90 ઓપીડી કન્સલ્ટેશન રૂમ છે. દરેક વોર્ડમાં દર્દી સાથે 1 વ્યકિત રહી શકે તેવો બેડ અને સ્ટોરેજની વ્યવસ્થા અલાયદી કરાઈ છે. કોલકાતાની હોસ્પિટલમાં આગ લાગવાની ઘટનાને ધ્યાને લઈને તમામ પ્રકારની યૂટીલિટી સેન્ટર હોસ્પિટલની નીચે રાખવાને બદલે અલાયદું બિલ્ડિંગ ઊભું કરવામાં આવ્યુ છે.

કોંગ્રેસના શાસનમાં 5 હોસ્પિટલ બની

મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત જૂની વીએસ હોસ્પિટલ, શારદાબેન, એલજી, નગરી અને ચેપીરોગ સહિતની હોસ્પિટલ કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન બનાવાઈ હતી. 18 માળની આ હોસ્પિટલ પહેલી છે જે ભાજપના શાસનમાં બનાવવામાં આવી છે.

હોસ્પિટલ વર્ષ
વી.એસ.હોસ્પિટલ 1931
એલ.જી.હોસ્પિટલ 1954
શારદાબેન હોસ્પિટલ 1959
ચેપીરોગ હોસ્પિટલ 1941
નગરી હોસ્પિટલ 1963

 

જનરલમાં દૈનિક રૂ.300 ચાર્જ
દૈનિક પથારી ચાર્જ રૂ300
સ્યૂટ રૂમ ચાર્જ રૂ2500
ડિલકસ રૂમ ચાર્જ રૂ 2000
સેમિડિલકસ રૂમ ચાર્જ રૂ1500
ઓપીડી કન્સલ્ટેશન ફી રૂ100-300
ફોલોઅપ ફી રૂ50-200
ડાયટ કન્સલ્ટેશન રૂ100
ઈમરજન્સી કન્સલ્ટેશન ફી રૂ150

 

ઓપરેશન માટે આટલો ચાર્જ
કેટેગરી પ્રમાણે જનરલબેડ સ્પે.બેડ
એ માઈનોર રૂા.3000 રૂા.10000
બી મેજર રૂા.5000 રૂા.30000
સી સુપર મેજર રૂા.8000 રૂા.50000

 

જનરલ વોર્ડમાં 55 હજારનો બેડ

જનરલ વોર્ડના  પ્રત્યેક બેડની કિંમત 55 હજાર છે. એબીસી પેનલવાળા આ બેડ વિવિધ પરિસ્થિતિમાં એડજસ્ટ થઈ શકે છે.બેડ સાથે દર્દીને ઓપરેશન રૂમમાં લઈ જઈ શકાય છે.

રિપોર્ટ માટે ધક્કા નહીં ખાવા પડે

આ પહેલી એવી હોસ્પિટલ છે જેમાં તમામ ફ્લોર પર ન્યુમેટિક ટયૂબ સિસ્ટમ છે. બ્લડ કે યુરીન રિપોર્ટ લેવા-જવા માટે દર્દીના સગાંએ ધક્કાં ખાવા પડશે નહીં. ઓટોમેટિક હેરફેર થશે.

OTમાં 24 લાખની લાઈટ મુકાઈ

ઓપરેશન થિયેટરની એક લાઈટ 24 લાખની છે. જર્મનીની કંપની પાસેથી મંગાવેલી લાઈટ ઓપરેશન વખતે ડોકટર્સ સેટ કરી શકશે. તેનો શેડો પડતો નથી.

જનરલ વોર્ડના રૂ.300 ચાર્જમાં દર્દીને 3 વખત જમવાનું, ડોક્ટરની બે વિઝિટ

18 જાન્યુઆરીથી હોસ્પિટલ શરૂ થશે. પ્રારંભમાં જનરલ વોર્ડમાં 300 પથારીથી શરૂઆત થશે અને 24થી 48 કલાકમાં સ્પેશિયલ રૂમ શરૂ થશે. દૈનિક 300 રૂપિયાના ચાર્જમાં ડોક્ટરની બે વિઝિટ, નર્સિંગ સેવા, દર્દીના અલાયદા વસ્ત્રો અને ત્રણ ટાઈમ જમવાનો સમાવેશ થાય છે. ઓનલાઈન રજિસ્ટ્રેશનની હાલ કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી, રૂ.100 ભરીને રૂબરૂ જઈ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.  દર્દીની બીમારી અને ગંભીરતાને આધારે રિસ્પોન્સ ટાઈમ નક્કી થાય છે. આમ છતાં હોસ્પિટલનો દાવો છે કે, આ સમય સંતોષકારક હશે. હાલ આ બંને સુવિધા ઉપલબ્ધ નથી. જો કે બંને સુવિધા પૂરી પાડવા જરૂરી કંપનીઓ સાથે જોડાણની પ્રક્રિયા ચાલુ છે. ટૂંક સમયમાં શરૂ થઈ જશે. બંને સરકારી યોજના લાગુ પડે છે. આયુષ્યમાન ભારત સાથે જોડાણ માટે કાર્યવાહી ચાલી રહી છે અને એક સપ્તાહમાં સત્તાવાર જાહેરાત થશે. સ્પેશિયલ રૂમ માટે રૂ.8 હજાર ડિપોઝિટ ભરવી પડશે. નિવૃત્ત અને પ્રવર્તમાન કર્મચારીએ પણ બિલ ભરવું પડશે. આ કર્મચારી પછીથી બિલની રકમ રિઈમ્બર્સ કરાવી શકે છે.

વીવીઆઈપી માટે હોસ્પિટલમાં આવી કોઈ ફાળવણી કરાઈ નથી. 18 માળની હોસ્પિટલમાં કુલ 20 લિફ્ટની વ્યવસ્થા છે. દરેક લિફ્ટની ક્ષમતા 20ની છે અને એક ફ્લોર સુધી પહોંચવા માત્ર 1 સેકન્ડ લાગે છે.  પ્રારંભમાં જનરલ વોેર્ડના 300 બેડ શરૂ કરાશે. આ માટે 85 ડોક્ટર્સની ટીમ રાખવામાં આવી છે. જરૂરિયાત મુજબ સંખ્યામાં વધારો કરાશે.

હોસ્પિટલના કયા માળે શું છે?

બેઝમેન્ટ 1 અને 2 : પાર્કિંગ  ગ્રાઉન્ડ ફલોર : ઈમરજન્સી, ડાયગ્નોસ્ટિક, ઓપીડી, ઓર્થો, ન્યૂરોસર્જરી વોર્ડ

પ્રથમ : ઓપીડી  બીજો : સર્જરી વોર્ડ અને ઓપરેશન થિયેટર, આઈસીયુ, ગેસ્ટ્રોલોજી, યુરોલોજી  ત્રીજો : કેથલેબ, કાર્ડિયોલોજી અને કાર્ડિયો સર્જરી વોર્ડ તથા ઓપરેશન થિયેટર  ચોથો : બર્ન્સ, ન્યૂરો સર્જરી, પ્લાસ્ટિક સર્જરી વોર્ડ  પાંચમો : ન્યૂરોલોજી, ઓર્થોપેડિક ઓપરેશન થિયેટર  છઠ્ઠો : ઓબસ્ટ્રેટીક અને ગાયનેકોલોજી, પિડિયાટ્રીક વોર્ડ, આઈસીયુ અને ઓ.ટી  સાતમો : ગેસ્ટ્રો એન્ટ્રો સર્જરી, મેડિસીન વોર્ડ અને ઓપરેશન થીયેટર  આઠમો : પીડિયાટ્રીક સર્જરી, ઈએનટીવોર્ડ, આઈસીયુ અને ઓપરેશન થિયેટર  નવમો: સેન્ટ્રલ સ્ટરીલાઈઝેશન, ગેસ્ટ્રો મેડીસીન, ટી.બી વોર્ડ અને આઈસીયુ  દસમો: બ્લડબેંક, લેબોરેટરી, ઓર્થોપેડિક વોર્ડ  અગિયારમો : જનરલ મેડીસીન વોર્ડ  બારમો : સ્પે રૂમ્સ, સ્કીન, સાઈકીઆટ્રી, ડાયાલીસીસ, એન્ડોક્રાઈન,નેફ્રોલોજી  તેરમો : સ્પે.રૂમ, ડોકટર્સ રેસીડેન્ટ (પોસ્ટ ગ્રેજયુએટ) ચૌદમો : સ્પે.રૂમ્સ, ડોકટર્સ રેસીડેન્ટ (પોસ્ટ ગ્રેજયુએટ)  પંદરમો : ડોકટર્સ રેસીડેન્ટ (પોસ્ટ ગ્રેજયુએટ)
સોળ-સત્તરમો : શેલ ફ્લોર  ટેરેસ : હેલીપેડ અને ઓડિટોરિયમ

139 ICU, 4 સ્યૂટ, 36 ડીલક્સ, 140 સેમી ડીલક્સ રૂમ

*78 મીટર શહેરનું સૌથી ઊંચું બિલ્ડિંગ *32 ઓપરેશન થિયેટર *2000 ટનની ક્ષમતાનો એસી પ્લાન્ટ *90 ઓપીડી કન્સ્લટેશન *1500 લોકોને સમાવતો પ્રવેશ ખંડ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments