Tuesday, September 28, 2021
Homeભાજપની પહેલી યાદી આજે જાહેર થવાની શક્યતા, ગુજરાત સહિત 12 રાજ્યોના ઉમેદવારો...
Array

ભાજપની પહેલી યાદી આજે જાહેર થવાની શક્યતા, ગુજરાત સહિત 12 રાજ્યોના ઉમેદવારો નક્કી થઈ શકે છે

નવી દિલ્હીઃ ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની મંગળવાર મોડી રાત સુધી યોજાઈ હતી. જેમાં 12 રાજ્યોની લોકસભા બેઠકોના ઉમેદવારોના નામની ચર્ચા કરવામાં આવી હતી. અમિત શાહની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વડાપ્રધાન મોદી, રાજનાથ સિંહ, સુષ્મા સ્વરાજ , અરુણ જેટલી, શિવરાજસિંહ ચૌહાણ, જેપી નડ્ડા, નીતિન ગડકરી અને થાવરચંદ ગેહલોત હાજર રહ્યા હતા.

ચૂંટણી સમિતિએ બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, હરિયાણા, ગુજરાત, પંજાબ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, ઓરિસ્સા સહિત 12 રાજ્યોની લોકસભા ચૂંટણીના ઉમેદવારો પર ચર્ચા કરી હતી. ત્યારે આજે ભાજપના લોકસભા ઉમેદવારોની પહેલી યાદી જાહેર થઈ શકે છે. ભાજપની પ્રથમ યાદીમાં 11 અને 18 એપ્રિલના રોજ યોજાનારી પહેલી અને બીજા તબક્કાની ચૂંટણીના ઉમેદવારોની જ યાદી બહાર પડે તેવી સંભાવનાઓ છે.

ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અનિલ જૈને કહ્યું કે, પાર્ટી છત્તીસગઢમાં પોતાના 10 સાંસદોને ટિકિટ નહી આપે. તેમને કહ્યું કે, કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામા આવ્યો હતો. તો બીજી બાજુ ગુજરાત ભાજપે પણ તમામ 26 બેઠકો માટે સંભવિત ઉમેદવારોના નામ કેન્દ્રીય સમિતિને મોકલી દીધા હતા.

કોંગ્રેસે છઠ્ઠી યાદી પણ જાહેર કરી દીધી છે. જેમા કેરળની 2 અને મહારાષ્ટ્રની 7 બેઠકો પર ઉમેદવારોના નામ નક્કી કરવામા આવ્યા છે. અત્યાર સુધી 146 બેઠકો પર નામ ફાઈનલ કરી ચુકી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments