ભાજપની બહુમતીને બજારે વધાવ્યુ, સેન્સેક્સ 40000ની આસપાસ

0
35

લોકસભા ચૂંટણીની મતગણતરી ચાલી રહી છે. શરૂઆતી રૂઝાનમાં ભાજપની બઢતમાં NDAને બહુમતીના સંકેત મળી રહ્યા છે, જેની અસર સીધી શૅર બજારમાં જોવા મળી રહી છે.

શરૂઆત ટ્રેટિંગમાં સેન્સેક્સ 500 પોઇન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો છે તો નિફ્ટી 150 પોઇન્ટથી વધુ મજબૂત થયો. સેન્સેક્સ ટ્રેડિંગની શરૂઆતની મિનિટોમાં 800 પોઇન્ટની રેકોર્ટ તેજી બાદ 39850એ પહોંચી ગયો છે. આ અગાઉ 21 મેના રોજ એક્ઝિટ પોલ પરિણામોના કારણે સેન્સેક્સ 39571ના ઓલટાઇમ હાઇલેવલ પર હતું.

તો બીજી તરફ નિફ્ટીની વાત કરવામાં આવે તો 200 પોઇન્ટની સાથે 11930ના સ્તરને પાર કર્યો. આ સાથે જ આશા છે કે, નિફ્ટી 12000ના જાદુઇ આંકડાઓને ટચ કરી દેશે.

એક્ઝિટ પોલના પરિણામ બાદ માર્કેટના હાલ:

ગત રવિવારે એક્ઝિટ પોલના પરિણામ આવ્યા હતા. જેમાં મોદી સરકાર પરત આવવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી. ત્યારબાદ સોમવારે સેન્સેક્સ 1421ના વધારા સાથે 39,352ના સ્તરે બંધ થયો. વળી, નિફ્ટી 421 પોઇન્ટ મજબૂત બનીને 11,828ના સ્તરે રહ્યું. નિફ્ટીમાં આ એક દિવસમાં પોઇન્ટના હિસાબે બીજી સૌથી મોટી તેજી હતી. વળી, સેન્સેક્સ 10 વર્ષના હાઇ લેવલ પર બંધ થયુ હતું.

2014ના ચૂંટણી પરિણાનોના દિવસે શું થયુ હતુ:

આગામી વર્ષ 2014ની ચૂંટણી પરિણામોના દિવસની જો વાત કરવામાં આવે તો શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 1470 પોઇન્ટની ઉછાળની સાથે 25,375ના સ્તરે પહોંચી ગયું છે. જો કે, બાદમાં વેચાવલીના કારણે માર્કેટની ચાલ સુસ્ત પડી અને સેન્સેક્સ 23,873.16ના સ્તરે આવી ગયું. દિવસના ટ્રેડિંગમાં અંતમાં રોકાણકારોની પૂંજીમાં 1 લાખ કરોડનો વધારો થયો હતો અને તે 80.64 લાખ કરોડ રૂપિયાએ પહોંચી ગયો હતો. આ પ્રકારે નિફ્ટી પણ 340 પોઇન્ટ અથવા 4.72 ટકાના વધારા સાથે 7,460 પોઇન્ટ સુધી પહોંચી ગયો. ઉલ્લેખનીય છે કે, 16 મેના લોકસભા ચૂંટણીના પરિણામો આવ્યા હતા. આ સપ્તાહે અંતિમ કારોબારી દિવસ શુક્રવાર હતો. આ દિવસે શરૂઆતના ટ્રેડિંગમાં ટ્રેડર્સને આશા હતી કે, બીજેપીની સરકાર આર્થિક સુધારાને ઝડપી બનાવશે અને આર્થિક ગતિવિધિઓને વધારો થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here