Tuesday, September 21, 2021
Homeભાજપની મહિલા કોર્પોરેટર અને તેના પરિવારનો મહિલા પોલીસની ટીમ પર હુમલો,
Array

ભાજપની મહિલા કોર્પોરેટર અને તેના પરિવારનો મહિલા પોલીસની ટીમ પર હુમલો,

રાજકોટ: શહેરના વોર્ડ નં.2ના ભાજપના મહિલા કોર્પોરેટરના ઘરે તપાસ અર્થે ગયેલી મહિલા પોલીસની ટીમ પર મહિલા કોર્પોરેટર, તેની બે પુત્રી અને પતિ સહિત ચાર શખ્સે હુમલો કરી પટ્ટા ઉતરાવી દેવાની ધમકી આપી હતી. મહિલા નગરસેવિકા અને તેના પતિની દાદાગીરીથી માહોલ તંગ થતાં પોલીસની ટુકડીઓ દોડાવાઇ હતી અને ચારેયની ધરપકડ કરી પોલીસ મથકે લઇ જવાયા હતા.

 

વોર્ડ નં.2ના ભાજપના મહિલા કોર્પોરેટર સોફિયા જાહીદ દલ અને તેની બે પુત્રી મૈયાસા તથા વકાસા સામે મહિલા પોલીસ સ્ટેશનમાં અગાઉ અરજી થઇ હતી, અરજીના કામે કોર્પોરેટર સોફિયા સહિતનાઓ હાજર નહીં થતાં શનિવારે બપોરે મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.બી.ડોડિયા સહિતનો મહિલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સોફિયા દલના ઘરે પહોંચ્યો હતો. પોલીસને જોતા જ સોફિયા ઉશ્કેરાઇ હતી અને તેની બે પુત્રી તથા પતિ જાહીદ દલે પોલીસ સાથે માથાકૂટ શરૂ કરી હતી, ચારેય શખ્સે પોલીસ સાથે ઝપાઝપી કરી પટ્ટા ઉતરાવી દેવાની ધમકી આપી હતી. કોર્પોરેટર સોફિયાએ પોતાની જાતે જ છરીથી હાથમાં છરકો કરી પોલીસને ફસાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો.

 

સોફિયા અને તેના પરિવારના ઉપરોક્ત શખ્સોની દાદાગીરીથી માહોલ તંગ થઇ ગયો હતો અને એક તબક્કે પોલીસ માટે કામગીરી મુશ્કેલ બની હતી. મહિલા પીએસઆઇ ડોડિયાએ પોલીસ કન્ટ્રોલરૂમને જાણ કરતાં ગાંધીગ્રામના પીઆઇ ઓડેદરા સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને માથાકૂટ કરી રહેલા દલ પરિવારના ઉપરોક્ત ચારેય સભ્યોને પોલીસવાનમાં બેસાડી પોલીસ સ્ટેશને લઇ આવ્યા હતા. બનાવ અંગે પીએસઆઇ ડોડિયાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે કોર્પોરેટર સોફિયા, તેનો પતિ જાહીદ દલ અને બે પુત્રી મૈયાસા તથા વકાસા સામે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ચારેયની ધરપકડ કરી હતી. ભાજપના મહિલા કોર્પોરેટર અને તેના પતિ સહિતનાઓની દાદાગીરી સામે આવતા લોકોમાં અનેક ચર્ચાઓ શરૂ થઇ હતી.

 

મહિલા પોલીસ સ્ટેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, સોફિયા દલ અને તેની પુત્રીઓ સામે અરજી થઇ હોવાથી તેમને અગાઉ અનેક વખત પૂછપરછ માટે હાજર થવા જાણ કરવામાં આવી હતી, પરંતુ કોર્પોરેટર સોફિયા કે તેમની પુત્રીઓ પોલીસ સ્ટેશને હાજર થતા નહોતા. જેથી શનિવારે મહિલા પીએસઆઇ ડોડિયા સહિતની ટીમ પહોંચતા જ સોફિયા અને તેનો પતિ જાહીદ ઉશ્કેરાયા હતા અને અમારા ઘરે અવાય જ કેમ? તેમ કહી પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments