Saturday, September 25, 2021
Homeભાજપને ચૂંટણી પંચનો ઝટકો, અભિનંદનની તસવીર ફેસબુક પરથી હટાવવાના આદેશ
Array

ભાજપને ચૂંટણી પંચનો ઝટકો, અભિનંદનની તસવીર ફેસબુક પરથી હટાવવાના આદેશ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની તારીખની જાહેર થતાંની સાથે જ ચૂંટણી પંચે કડક હાથે કામ કરવાનું શરુ કર્યું છે. રેલી અને ભાષણો ઉપરાંત ઈલેકશન કમીશને આ વખતે સોશિયલ મીડિયા પર પણ નજર રાખી બેઠાં છે. દિલ્હીમાં ભાજપના ધારાસભ્ય ઓમપ્રકાશ શર્મા દ્વારા ફેસબુક પર વિંગ કમાન્ડર વર્ધમાનની તસવીર પબ્લિશ કરી હતી. જે બાદ ચૂંટણી પંચે તેને હટાવવાના આદેશ કર્યાં છે. ECએ તે માટે ફેસબુકને પણ સુચિત કર્યાં છે.

ચૂંટણી પંચ તરફથી પહેલાં જ રાજકીય પક્ષોને આદેશ આપ્યાં છે કે કોઈ પણ પક્ષ પોતાના બેનર, પોસ્ટર્સમાં સેના કે સેનાના જવાનની તસવીરનો ઉપયોગ ન કરે. હાલમાં જ એવાં અનેક પોસ્ટર્સ જોવા મળ્યાં હતા જેમાં વિંગ કમાન્ડર અભિનંદનની તસવીર હતી. ચૂંટણી પંચ દ્વારા ફેસબુક અને ટ્વિટરને પણ લોકસભા ચૂંટણી અંતર્ગત કાર્યવાહી કરવાનું કહ્યું છે. જેમાં ચૂંટણી સાથે સંબંધિત સામગ્રીઓ હોય.

10 માર્ચે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરી ત્યારબાદથી આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.

વિપક્ષી પાર્ટીઓ દ્વારા આરોપ લગાવાયો છે કે સત્તાધારી પક્ષ ભાજપના નેતા પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ અને બેનર-પોસ્ટર્સમાં વિંગ કમાન્ડર અભિનંદનની તસવીરનો ઉપયોગ કરે છે. જે બાદ સત્તાવાર રીતે ફરિયાદ પણ કરવામાં આવી હતી.

ચૂંટણીની તારીખોની જાહેરાત બાદ ચૂંટણી પંચે આ વખતે સોશિયલ મીડિયા પર પણ કડક વલણ રાખવાની વાત કરી હતી. જે અંતર્ગત ફેસબુક, ટ્વિટરના અધિકારીઓની સાથે બેઠક પણ થઈ હતી. ECએ તમામ ઉમેદવારો અને રાજકીય પક્ષોને આદેશ આપ્યાં છે કે તેઓ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટની જાણકારી ચૂંટણી પંચને આપે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments