ભાજપનો ગાંધી પરિવાર પર પ્રહાર / જેપી નડ્ડાએ કહ્યું- લોકોનો વિશ્વાસ ગુમાવીને સત્તાની બહાર ફેંકાઈ ગયેલા પરિવારનું હિત આખા દેશનું હિત ન હોઈ શકે

0
2
એક રાજવંશની ભૂલોના કારણે જમ્મુ-કાશ્મીરમાં હજારો સ્કેવર કિલોમીટર જમીન ગુમાવવી પડી છે
એક રાજવંશની ભૂલોના કારણે જમ્મુ-કાશ્મીરમાં હજારો સ્કેવર કિલોમીટર જમીન ગુમાવવી પડી છે
  • નડ્ડાએ કહ્યું- સર્વપક્ષીય બેઠકમાં એક પરિવારને બાદ કરતા આખા વિપક્ષે સરકારનું સમર્થન કર્યું હતું
  • એક રાજવંશની ભૂલોના કારણે જમ્મુ-કાશ્મીરમાં હજારો સ્કેવર કિલોમીટર જમીન ગુમાવવી પડી છે

નવી દિલ્હી. ભારત-ચીન તણાવ વચ્ચે કોંગ્રેસ સતત સરકાર પર સવાલો કરી રહી છે. જવાબ આપવા માટે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ત્રણ દિવસથી મોરચો સંભાળ્યો છે. આજે રાહુલ ગાંધી અથવા કોંગ્રેસ કોઈ સવાલ કરે તેના પહેલા જ નડ્ડાએ ગાંધી પરિવાર પર નિશાન સાધ્યું છે.

નડ્ડાએ કહ્યું કે, લોકોનો વિશ્વાસ ગુમાવીને સત્તાની બહાર ફેંકાઈ ગયેલા ગાંધી પરિવારને સમગ્ર વિપક્ષના સમકક્ષ ન ગણી શકાય, એક રાજવંશના હિત આખા દેશનું હિત ન હોઈ શકે. આ સમય એકજૂથ થવાનો છે. સંતાનને રિ-લોન્ચ કરવા માટે રાહ જોઈ શકાય છે.

‘ઓલ પાર્ટી મીટિંગમાં એક પરિવાર વિપક્ષથી અલગ હતો’

નડ્ડાએ એક પછી એક 4 ટ્વિટ કરીને કોંગ્રેસ અને ગાંધી પરિવાર પર સવાલો કર્યા હતા. તેમણે ચીન મુદ્દે ગત સપ્તાહે યોજાયેલી સર્વપક્ષીય બેઠકનો ઉલ્લેખ કરતા કહ્યું કે, સવાલ પુછવો વિપક્ષનો અધિકાર છે. ઓલ પાર્ટી મીટિંગમાં માહોલ સારો રહ્યો હતો. વિપક્ષના ઘણા નેતાઓએ મહત્વના સૂચનો કર્યા હતા. તેમણે સરકારનું સમર્થન પણ કર્યું, માત્ર એક પરિવાર અલગ હતો.