Wednesday, September 22, 2021
Homeભાજપમાં ઘમાસાણ, સાંજ સુધીમાં તમામ બેઠકોના ઉમેદવાર જાહેર કરવાની વાત કહી
Array

ભાજપમાં ઘમાસાણ, સાંજ સુધીમાં તમામ બેઠકોના ઉમેદવાર જાહેર કરવાની વાત કહી

આજે મોડી સાંજ સુધીમાં ભાજપ હાઈકમાન્ડ ગુજરાતમાં બાકી સાત બેઠકો પરના ઉમેદવારની જાહેરાત કરી શકે છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ ગઈકાલે 24થી 48 કલાકમાં ભાજપના તમામ ઉમેદવારોના નામ જાહેર થઈ જશે તેમ કહી ચુક્યા છે. ખાસ કરીને પાટણમાં કોંગ્રસના જગદીશ ઠાકોર સામે કોને ઉમેદવાર બનાવવા તેને લઈને પેચ ફસાયેલો છે.

તો મહેસાણામાં ભાજપમાંથી ડૉકટર અનિલ પટેલ, ખોડિયાર ગ્રુપના કાંતિભાઈ પટેલ અને જયશ્રીબેન પટેલના નામ ચર્ચામાં છે. જેમાંથી કોની પસંદગી થાય છે. તેના પર સૌની નજર છે. આ સિવાય છોટા ઉદેપુરમાં રામસિંહ રાઠવા અને જયંતિ રાઠવામાંથી કોઈની પસંદીગ થાય છે કે કેમ તે જોવુ રહ્યું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments