Sunday, November 28, 2021
Homeભાજપમાં જોડાતાં જ આશાબેન પટેલે કહ્યું, કોંગ્રેસમાં હવે કચરા સિવાય કંઇ નથી...
Array

ભાજપમાં જોડાતાં જ આશાબેન પટેલે કહ્યું, કોંગ્રેસમાં હવે કચરા સિવાય કંઇ નથી બચ્યું

પાટણઃ કોંગ્રેસમાંથી રાજીનામું આપનારાં ઊંઝાનાં ધારાસભ્ય ડૉ.આશાબેન પટેલે કાર્યક્રમ પછી મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, હું મારા અંતરાત્માથી ભાજપમાં જોડાઈ છું કોઈ ડીલ કરી નથી. કોંગ્રેસમાં સૈનિક તરીકે કામ કરી આ સ્ટેજે પહોંચ્યા પછી પણ લોબિંગ અને જૂથવાદના લીધે કોઈ નોંધ લેવાતી ન હતી. મહેસાણામાં કાર્યકર સંમેલનમાં અમારે બેસવાની વ્યવસ્થા પણ ન હતી અને અમિત ચાવડાને મળીને અમારે ક્યાં બેસવાનું એવું પૂછવું પડ્યું હતું. ગાંધીનગર સર્કિટ હાઉસમાં મિટિંગ મળેલી ત્યારે 25થી 30 ધારાસભ્યોએ તેમની વેદના વ્યક્ત કરી હતી. કોંગ્રેસમાં કચરા સિવાય કંઈ જ નથી. ધારાસભ્ય અને સંગઠન વચ્ચે તાલમેલ નથી.

ઊંઝાનાં ધારાસભ્ય ડૉ.આશાબેન પટેલે કેસરી ખેસ પહેરી લેતાં હવે અપક્ષ શાસિત નગરપાલિકા અને કોંગ્રેસ શાસિત તાલુકા પંચાયતમાં નવા જૂની થવાના અેંધાણ છે. શુક્રવારે 15 અપક્ષ નગરસેવકો ભાજપમાં જોડાયાની જાહેરાત કરાઇ હતી. ઉલ્લેખનીય છે કે, પાલિકામાં કુલ 36 પૈકી 8 ભાજપના, 1 કોંગ્રેસના અને 27 અપક્ષ નગરસેવકો છે.

જેમાંથી 15 નગરસેવકો ભાજપમાં ભળી જતાં હવે સંખ્યાબળ 23 થતાં પાલિકામાં ભાજપનું શાસન આવી ગયું છે. તો તા.પં.માં 4થી 5 ડેલીગેટ ભાજપમાં જોડાય તેવી શક્યતાને લઇ કોંગ્રેસે પણ ડેમેજ કંટ્રોલની કાર્યવાહી હાથ ધરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments