Saturday, September 25, 2021
Homeભાજપી સાંસદ રંજનબહેન કરોડપતિ બન્યાં, મિલકતમાં 330.33%નો વધારો
Array

ભાજપી સાંસદ રંજનબહેન કરોડપતિ બન્યાં, મિલકતમાં 330.33%નો વધારો

વડોદરાઃ વડોદરા લોકસભા બેઠક માટે ભાજપના ઉમેદવાર રંજનબહેન ભટ્ટે મુખ્યમંત્રીની હાજરીમાં ઉમેદવારી નોંધાવી હતી. 2014 બાદ બીજી વખત ભાજપની ટિકીટ માટે પસંદગી પામેલા રંજનબહેન ભટ્ટે રજૂ કરેલા સોગંદનામા મુજબ તેમની મિલકતમાં 330.33 ટકાનો અને તેમના પતિની મિલકતમાં 117.75 ટકાનો વધારો નોંધાયો હતો. એટલુ જ નહીં, 2014માં સાત લાખ રૂપિયાનુ દેવુ ધરાવતા ભટ્ટ દંંપતિએ દેવુ પણ પૂરુ કરી દીધું છે. વડાપ્રધાન મોદીએ 2014ની લોકસભાની ચૂંટણીમાં હું ચા વાળોના મુદ્દો બનાવીને ચૂંટણી જીતી હતી. અને તે વખતે મોદીએ વડોદરા બેઠક પર ઉમેદવારી કરતી વખતે ચા વાળા કિરણ મહિડાને ટેકેદાર તરીકે સાથે રાખ્યો હતો.

જ્યારે આ વખતે મૈં ભી ચોકીદારના મુદ્દે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે વડોદરાના ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ ઉમેદવારી ફોર્મ ભરતી વખતે વડોદરામાં ચોકીદાર તરીકે નોકરી કરતા જયેશ પટેલને ટેકેદાર સાથે હાજર રાખ્યો હતો અને તેમણે દરખાસ્ત મૂકનાર તરીકે સહી પણ કરી હતી.અમદાવાદી પોળ ખાતેથી રોડ શો શરૂ થયો હતો અને 1100 મીટરનુ અંતર સવા કલાકમાં કાપ્યું હતું. ઉમેદવારી પત્ર ભરવા માટે નીકળેલા રંજનબહેન ભટ્ટની સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી, મંત્રી યોગેશ પટેલ, ધારાસભ્યો, મેયર, ડે. મેયર ખુલ્લી જીપમાં જોડાયા હતા અને કાર્યકરો પગપાળા નીકળ્યા હતા.

આદિવાસી નૃત્યુ, ઢોલ-નગારા અને ડી.જે. સાથે નીકળેલી રેલી નીકળી હતી. કલેકટર કચેરીમાં રજૂ કરેલા એફિડેવિટમાં રંજનબહેન ભટ્ટે બેન્ક સિલક, થાપણ, વાહન, મકાન, જમીન, વીમા પોલીસી સહિતની રૂા.1,30,49,342ની સ્થાવર જંગમ મિલકત બતાવી હતી. જયારે તેમના પતિ ધનંજય ભટ્ટે પણ રૂા.1,63,77,084ની મિલકત બતાવી હતી. જોકે, 2014ની પેટા ચૂંટણીના એફિડેવિટમાં રંજનબહેને રૂા.30,32,382ની અને ધનંજય ભટ્ટે રૂા.75,21,193ની મિલકત બતાવી હતી.

સાંસદના નામે એક પણ ફોર વ્હીલર નહીં

સ્થાવર/જંગમ મિલક્તો 2014 2014 2019 2019
રંજનબેન ધનંજયભાઇ રંજનબેન ધનંજયભાઇ
હાથ પરની રોકડ 45,000 15,000 65,000 25,000
બેંક ખાતામાં સિલક 1,87,382 6,70,969 20,96,145 8,36,474
થાપણો 0 0 28,863 53,00,076
ફંડ-બોન્ડ-શેર 0 2,13,150 3,00,000 2,27,650
વીમો-પોસ્ટ 10,20,000 5,32,073 10,28,637 3,32,097
વાહનો 1,15,000 0 70,000 0
સોનું 11,25,000 2,50,000 18,00,000 3,00,000
(45 તોલા) (10 તોલા) (60 તોલા) (10 તોલા)
ચાંદી 40,000 40,000 61,000 61,000
(1 કિલો) (1 કિલો) (1.5 કિલો) (1.5 કિલો)
કૃષિ જમીન 5,00,000 18,00,000 10,00,000 12,50,000
રહેણાક મકાન 0 40,00,000 75,00,000 75,00,000
કુલ 30,32,382 75,21,193 1,30,49,343 1,63,77,084

 

લોન :- રંજનબેન પાસે 2014માં 3 લાખ અને ધનંજયભાઈ પાસે 4 લાખની હતી.જે 2019માં લોન પુરી થઈ ગઈ છે.

રંજનબેન ભટ્ટ
આવક : 2013-14 2,39,477
2017-18 7,91,252
ધનંજયભાઈ ભટ્ટ
આવક : 2013-14 10,59,990
2017-18 4,61,059
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments