Sunday, September 19, 2021
Homeભાજપે એ ઉમેદવારને ટિકિટ આપી જેનું પાટીદારોમાં ખાસ્સુ પ્રભૂત્વ અને દબદબો છે
Array

ભાજપે એ ઉમેદવારને ટિકિટ આપી જેનું પાટીદારોમાં ખાસ્સુ પ્રભૂત્વ અને દબદબો છે

મહેસાણા બેઠક પર ભારે ચર્ચા વિચારણા બાદ ભાજપે મહિલા ઉમેદવારને ઉતારવાનું નક્કી કર્યુ છે. ભાજપે શારદા પટેલને ટિકિટ આપી છે. શારદા પટેલ પૂર્વ ઉદ્યોગ પ્રધાન અનિલ પટેલના પત્ની છે. અને 12 પાટીદાર સમાજમાં તેમનો ખાસ્સો એવો પ્રભાવ છે. મહેસાણા ભાજપમાં વર્ષ 1960થી ગત શારદાબેન પટેલના પરિવારે સેવા આવી છે. મહેસાણા સહિત વિસનગરમાં પણ તેમના પરિવારનો દબદબો છે. આ સાથે જ મહેસાણાથી જયશ્રી પટેલનું પત્તુ કપાયું છે. જયશ્રીબેન સામે ઘણી ફરિયાદો થયા બાદ તેમનું રિપીટ થવું મુશ્કેલ હતુ. એટલે ભાજપે પૂર્વ પ્રધાન અનિલ પટેલના પત્ની શારદાબેનને ટિકિટ આપી છે.

ગઈકાલે કોગ્રેસ પછી ભાજપે પણ સત્તાવાર રીતે બે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જેમાં સુરતથી દર્શના જરદોશ અને મહેસાણામાં શારદા પટેલના નામની જાહેરાત કરાઈ છે. જોકે અમદાવાદ પૂર્વ પર કોકડું હજુ ગુચવાયેલુ છે. બે મહિલા ઉમેદવારોના નામ જાહેર થતા જ ભાજપ કાર્યકરો અને તેમના સમર્થકોએ શુભેચ્છા પાઠવી. તો બન્ને ઉમેદવારોએ પણ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો. પુનમ માડમ પછી ભાજપે વધુ કેટલીક મહિલાઓને ટિકિટ આપી છે.

જેમાં બે મહત્વના નામ એટલે સુરતથી ત્રીજી વખત ટિકિટ મેળવનારા દર્શના જરદોશ અને મહેસાણા બેઠક પરથી શારદા પટેલ. શારદા પટેલની જગ્યાએ નીતિન પટેલને ટિકિટ આપવાના હોવાની વાતો ચર્ચાય હતી પણ બાદમાં શારદા પટેલને ટિકિટ મળતા ભાજપે પાટીદાર ફેક્ટરને પણ કામે લગાવ્યું છે અને મહિલા ઉમેદવાર હોવાથી મત મેળવવામાં પણ બાજી મારી છે. પૂનમ માડમ સિવાય ભાવનગરથી ભારતી બેન શિયાળ છે. જેમને ભાજપે ગત્ત ટર્મમાં પણ ટિકિટ આપી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments