- Advertisement -
અમદાવાદ: પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને ભાજપે પક્ષમાંથી બરતફર કર્યા છે. ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની હત્યામાં તેનું નામ ખૂલતા પક્ષે કાર્યવાહી કરી છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની સૂચના અનુસાર કચ્છ જિલ્લાના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલને તાત્કાલિક અસરથી આજરોજ ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્ય પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.