ભાજપે ઝડફિયાને બે વીકમાં જ યુપીના પ્રભારી પદેથી હટાવ્યા, હવે માત્ર ચૂંટણી ઈન્ચાર્જ રહેશે

0
23

અમદાવાદઃ ભાજપ હાઈકમાન્ડે 27 ડિસેમ્બરે પૂર્વ ગૃહ રાજ્યમંત્રી ગોરધન ઝડફિયાને ઉત્તરપ્રદેશના પ્રભારી તરીકે નિયુક્ત કર્યા હતા. પરંતુ ઝડફીયાની નિયુક્તિના બે વીકમાં જ હાઈકમાન્ડે કેબિનેટ મંત્રી જે.પી.નડ્ડાને યુપી પ્રભારી બનાવી દીધા છે. જ્યારે ઝડફિયા હવે ચૂંટણી ઈન્ચાર્જ તરીકે રહેશે.

ઝડફિયાએ એક સમયે ગુજરાતમાં મોદી સરકાર સામે બળવો કર્યો હતો. તેમજ મહાગુજરાત જનતા પાર્ટી બનાવીને બે વિધાનસભા અને એક  લોકસભા ચૂંટણીમાં ભાજપ સામે ઉમેદવારો ઉતાર્યા હતા. ત્યાર બાદ તેઓ કેશુભાઈ પટેલના નેતૃત્વમાં બનેલી જીપીપીમાં જોડાયા હતા. પરંતુ 2012ની વિધાનસભા ચૂંટણીમાં પરાજય થયા બાદ જીપીપીનું બીજેપીમાં વિલીનીકરણ થયું હતું. માત્ર એટલું જ નહીં, હાઈકમાન્ડે 2017ની વિધાનસભા ચૂંટણીમાં ઝડફીયાને  ટિકિટ પણ આપી નહોતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here