Tuesday, September 21, 2021
Homeભાજપે પશ્વિમ બંગાળની આસનસોલ બેઠક પરથી બાબુલ સુપ્રિયોને ફરી ચૂંટણી મેદાનમા ઉતાર્યા
Array

ભાજપે પશ્વિમ બંગાળની આસનસોલ બેઠક પરથી બાબુલ સુપ્રિયોને ફરી ચૂંટણી મેદાનમા ઉતાર્યા

ભાજપે પશ્વિમ બંગાળની આસનસોલ બેઠક પરથી કેન્દ્રીય પ્રધાન બાબુલ સુપ્રિયોને ફરીવાર ચૂંટણી મેદાનમા ઉતાર્યા છે. આ બેઠક પરથી ટીએમસીએ ફિલ્મ અભિનેત્રી મુનમુન સેનને ટિકિટિ આપી છે. મુનમુન સેન હાલમાં પશ્વિમ બંગાળની બાંકુરા બેઠક પરથી સાસંદ છે. જોકે, આ વખતે મમતાએ મુનમુનસેનને આસનસોલથી ટિકિટ આપી છે. ત્યારે આસનસોલ બેઠક પરથી ફિલ્મી જંગ થવાનો છે.

એક તરફ ગાયક બાબુલ સુપ્રિયો તો બીજી તરફ ફિલ્મ અભિનેત્રી મુનમુન સેન છે. 2014માં ટીએમસીએ બાબુલ સુપ્રિયો સામે ડોલા સેનને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હતા. જોકે, તેઓ બાબુલ સુપ્રિયો સામે હારી ગયા હતા.

2014માં બાબુલ સુપ્રિયોને 36 ટકા મત મળ્યા હતા. જ્યારે ડોલા સેનને 30.6 ટકા મત મળ્યા હતા. આ બેઠક પરથી કુલ 14 જેટલા ઉમેદવાર ચૂંટણી મેદાનમાં હતા. જેમાથી બાબુલ સુપ્રિયોને આસનસોલ બેઠક પરથી જીત મળી હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments