Tuesday, September 21, 2021
Homeભાજપે 28 વર્ષના સૂર્યાને દક્ષિણ બેંગાલુરુથી ઉતાર્યો, અનંતકુમારની પત્નીની ટિકિટ કપાઈ
Array

ભાજપે 28 વર્ષના સૂર્યાને દક્ષિણ બેંગાલુરુથી ઉતાર્યો, અનંતકુમારની પત્નીની ટિકિટ કપાઈ

નેશનલ ડેસ્કઃ ભાજપે દક્ષિણ બેંગાલુરુથી 28 વર્ષના તેજસ્વી સૂર્યાને ઉમેદવાર બનાવ્યો છે. સૂર્યાનો મુકાબલો કોંગ્રેસ મહાસચિવ બીકે હરિપ્રસાદ સાથે થશે. આ સીટ પર પૂર્વ કેન્દ્રીય મંત્રી એચએન અનંત કુમારની પત્ની તેજસ્વિનીને ટિકિટ આપવાના પ્રયાસને ઝટકો લાગ્યો છે. અનંત કુમાર 1996થી રેકોર્ડ છ વખત આ બેઠક પરથી જીતી ચુક્યા છે.

આ માત્ર મોદીના ન્યૂ ઈન્ડિયામાં જ શક્ય- સૂર્યા

ભાજપ દ્વારા ટિકિટ આપવામાં આવ્યાં બાદ સૂર્યાએ ટ્વીટ કર્યું કે, “હે ભગવાન…. મને વિશ્વાસ નથી થઈ રહ્યો કે વિશ્વની સૌથી મોટી લોકશાહીના વડાપ્રધાન અને સૌથી મોટી રાજકીય પાર્ટીના અધ્યક્ષે બેંગ્લુરુ દક્ષિણ જેવી પ્રતિષ્ઠિત સીટ માટે 28 વર્ષના યુવક પર પોતાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. આ માત્ર ભાજપમાં જ શક્ય છે. માત્ર નરેન્દ્ર મોદીના ન્યૂ ઈન્ડિયામાં જ.”

સૂર્યા કર્ણાટક હાઈકોર્ટમાં વકીલ છે. ભાજપના એક પદાધિકારી મુજબ, “સૂર્યા અમારી રાષ્ટ્રીય સોશિયલ મીડિયા ટીમના પણ સભ્ય છે.” કર્ણાટક ભાજપના રાઈઝિંગ સ્ટાર કહેવાતા સૂર્યા હાલ ભાજપના પ્રદેશ યુવા મોર્ચાના સચિવ છે.

ભાજપે બેંગાલુરુ ગ્રામીણ લોકસભા સીટ પરથી અશ્વત નારાયણને પોતાના ઉમેદવાર બનાવ્યાં છે. નારાયણનો મુકાબલો અહીં કોંગ્રેસના ઉમેદવાર ડીકે સુરેશ સામે થશે. સુરેશ અહીંથી બીજી વખત ચૂંટણી લડી રહ્યાં છે. સુરેશ કર્ણાટકમાં મંત્રી ડીકે શિવકુમારના ભાઈ છે.

ભાજપે ગઈકાલે 4 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી

 

સીટ ઉમેદવાર 2014માં કોણ જીત્યું?
નૌગૌંગ (આસામ) રૂપક શર્મા ભાજપ
બેંગાલુરુ (ગ્રામીણ), કર્ણાટક અશ્વત નારાયણ કોંગ્રેસ
દક્ષિણ બેંગાલુરુ, કર્ણાટક તેજસ્વી સૂર્યા ભાજપ
હાથરસ, ઉત્તરપ્રદેશ રાજવીરસિંહ વાલ્મિકી ભાજપ
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments