ભાજપ અમારાથી બળે છે, પણ હું તેમને ‘બર્નોલ’ લગાવવાની સલાહ નહીં આપુ : આદિત્ય

0
8

મુંબઈ

ગયા મહિને મહારાષ્ટ્રમાં સત્તા માટે મહાસંગ્રામ થયો હતો અને આખરે મુખ્યમંત્રીનો તાજ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને સોંપાયોહતો. વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં સૌથી મોટી પાર્ટી હોવા છતા પણ ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રની સત્તામાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. શિવસેના પ્રમુખના દીકરા આદિત્ય ઠાકરે પણ ચૂંટણી મેદાનમાં હતા અને વરલી વિધાનસભા વિસ્તારમાંથી વિજયી બનીને પહેલી વખત ધારાસભ્ય બન્યા હતા.  આદિત્યએ ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું કે તેમને સત્તામાંથી બહાર થઈ જવું પડ્યું છે એટલે ભારતીય જનતા પાર્ટી ઈર્ષામાં બળી રહી છે.

આદિત્ય ઠાકરેએ કહ્યું કે, ‘સત્તામાંથી બહાર થઈ જવાના કારણે ભાજપ ખૂબ જ દુ:ખી છે અને તે માટે હું તેમને ‘બર્નોલ’ લગાવવાની સલાહ નહીં આપું. અમે તેમનું દુ:ખ સમજીએ છે પરંતુ અમે અમરા કામ પર પૂર્ણ ધ્યાન આપી રહ્યા છે. લોકોએ અમારા પર વિશ્વાસ મુક્યો છે. અમે જનતાને કરેલા વાયદાઓ પૂર્ણ કરવા માટેની કામગીરી શરૂ કરી દીધી છે. જેમકે, દેવા માફી, 10 રૂપિયામાં ભોજન અથવાતો લોકોને પોતાનું ઘરનું ઘર મળે તે માટેની કામગીરી અમે હાથ ધરી લીધી છે.

શિવસેના ધારાસભ્ય આદિત્ય ઠાકરેએ કહ્યું કે, ‘અમે મહાવિકાસ અઘાડી મહારાષ્ટ્ર માટે કામ કરતા રહીશું અને અમારેઆ પ્રમાણેના ટ્રોલર્સ પર ધ્યાન આપવાની જરૂર નથી. તેમને (ભાજપ) અત્યારે આ કામ કરવા દો. તેમને જરૂર છે. જ્યાં-જ્યાં ઈન્ટરનેટ બંધ નથી કર્યું ત્યાં-ત્યાંથી તેઓ ટ્વીટ કરતા હશે. મને ખબર છે કે આ ટ્રોલર્સ ફક્ત શિવસેના પર જ નહીં પરંતુ બધા લોકો વિશે બોલતા હોય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here