ભાજપ કમલમ ખાતે વિજયોત્સવની ઉજવણી, રૂપાણીએ કહ્યું- શાહની ચાણક્યનીતિ જીત માટે મહત્વપૂર્ણ સાબિત થઈ

0
50

અમદાવાદ: આજે લોકસભા ચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ છે. જેમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર ભાજપ આગળ ચાલી રહ્યું છે. અને ગુજરાતમાં ફરી 2014ની લોકસભાનું પુનરાવર્તન થઈ રહ્યું છે. ત્યારે ભાજપ દ્વારા ઠેર-ઠેર વિજયોત્સવની ઉજવણી શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સીએમ રૂપાણી સાથે ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓ પણ કમલમ ખાતે આવી ગયા છે. વિજય રૂપાણીએ જીતુ વાઘાણીને મિઠાઈ ખવડાવીને શુભેચ્છાઓ પાઠવી હતી. સીએમ રૂપાણીએ જણાવ્યું હતું કે અમિતશાહની ચાણક્યનીતિ ભાજપની જીત માટે મહત્વપૂર્ણ સાબિત થઈ. તો બીજી તરફ કોંગ્રેસમાં સન્નાટો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના આગેવાનો અને ધારાસભ્યો દ્વારા હજૂ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં નથી આવી. કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય પર કાગડા ઉડી રહ્યાં છે. હાર ભાળી જતા કોંગ્રેસના કેટલાક ઉમેદવારો મતગણતરી કેન્દ્ર છોડીને રવાના થવા લાગ્યા છે.

સીએમ રૂપાણીએ જીત માટે પીએમ મોદીને નમન કર્યુ: ભાજપના કાર્યકરોમાં જીતનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સીએમ રૂપાણી જણાવ્યું હતું કે એગ્ઝિટ પોલ બાદ દેશ અને રાજ્યમાં મોદી લહેર જોવા મળી રહી છે. આ જીત સમગ્ર દેશવાસીયોની જીત છે. ભારત વિજય ભવ: નરેન્દ્ર મોદી એક ઈમાનદાર ચોકીદાર દેશભક્ત,નિર્ણાયક, મજબૂત નેતૃત્વ માટે ભારતની જનતાએ ભાજપના કમળને વોટ આપ્યો છે. પીએમ મોદીના કારણે ભાજપને જીત પ્રાપ્ત થઈ છે. આ માટે મોદીજીને નમન કરૂ છું. અમિત શાહ જેમણે સંગઠનો પરિચય કરાવ્યો. કેવી રીતે ચૂંટણી લડાય છે અને કેવી રીતે જીત મેળવાય છે. ત્રણ મહિના પહેલા રાજસ્થાન, કર્ણાટક અન છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર બની હતી. ત્યારે રાજસ્થાનમાં પણ ભાજપની 25માંથી 25 બેઠક મળી છે. અમિતશાહની ચાણક્યનીતિ ભાજપની જીત માટે મહત્વપૂર્ણ સાબિત થઈ છે. ગુજરાતમાં ભાજપ 26 બેઠક સાથે આગળ, જીત નિશ્ચિત છે. વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ ચાલી રહ્યું છે. તે ગુજરાતની જનતાનો આભાર માનું છું. જનતાએ ગુજરાતમાં 22 વર્ષ અને હવે કેન્દ્રમાં 10 વર્ષ માટે વિશ્વાસ મુક્યો છે. લાખો કાર્યકરોએ કાળઝાળ ગરમીમાં ચૂંટણીપ્રચાર કર્યો તે બદલ આભાર માનું છું.

ઢોલ નગારા અને ગુલાલ સાથે ઉજવણી: ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે વિજયોત્સવની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભાજપના ધારાસભ્યો, આગેવાનો અને મોટી સંખ્યામા કાર્યકરો કમલમ ખાતે આવી પહોચ્યા છે. ઢોલ-નગારા, ગુલાલ, ફટાકડા અને મિઠાઈ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. રૂપાણી રૂઝાનોમાં ગુજરાતની 26 બેઠક પર ભાજપની જીત માટેનું વિક્ટ્રી ચિન્હ બતાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here