Wednesday, September 22, 2021
Homeભાજપ -કોંગ્રેસ ના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, બે પક્ષો વચ્ચે સીધો...
Array

ભાજપ -કોંગ્રેસ ના તમામ 26 ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ, બે પક્ષો વચ્ચે સીધો જંગ જામશે

અમદાવાદઃ આગામી 23 એપ્રિલના રોજ યોજાનારી ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકોના ફોર્મ ભરવાના આજે(4 એપ્રિલ) અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસે ઉમેદવારો જાહેર કરીને ફોર્મ ભરાવી દીધા છે. ત્યારે ફરીએકવાર ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બે રાષ્ટ્રીય પક્ષો વચ્ચે સીધો જંગ જામશે. આવતીકાલથી બન્ને રાજકીય પક્ષોના ઉમેદવારોના પ્રચાર ઝૂંબેશનો પ્રથમ તબક્કો શરૂ થશે.

કોંગ્રેસે દાહોદ અને ભરૂચ બેઠકના ઉમેદવાર જાહેર કર્યાં

આ પહેલા આજે વહેલી સવારે કોંગ્રેસે બાકી રહેલા બે ઉમેદવારો જાહેર કર્યા હતાં. જેમાં દાહોદથી બાબુ કટારાને અને ભરૂચથી શેરખાન પઠાણને ટિકિટ આપી છે. આ સાથે જ કોંગ્રેસના તમામ ઉમેદવારોના નામ ફાઈનલ થઈ ચૂક્યા છે. ઉલ્લેખનીય છે કે, ભરૂચ લોકસભા બેઠક પર પી.ડી.વસાવાએ ચૂંટણી લડવાની ના પાડતા કોંગ્રેસે શેરખાન પઠાણને ઉમેદવાર તરીકે જાહેર કર્યાં છે.

બેઠક કોંગ્રેસ ભાજપ
પાટણ જગદીશ ઠાકોર ભરતસિંહ ડાભી
પંચમહાલ વી.કે. ખાંટ રતનસિંહ રાઠોડ
વલસાડ જીતુ ચૌધરી કે.સી.પટેલ
પોરબંદર લલિત વસોયા રમેશ ધડુક
જૂનાગઢ પૂંજાભાઈ વંશ રાજેશ ચુડાસમા
રાજકોટ લલિત કગથરા મોહન કુંડારિયા
કચ્છ નરેશ એન.મહેશ્વરી વિનોદ ચાવડા
નવસારી ધર્મેશ પટેલ સી.આર.પાટિલ
અમદાવાદ(વેસ્ટ) રાજુ પરમાર ડૉ.કિરીટ સોલંકી
વડોદરા પ્રશાંત પટેલ રંજન ભટ્ટ
છોટાઉદેપુર રણજીત રાઠવા ગીતાબેન રાઠવા
આણંદ ભરતસિંહ સોલંકી મિતેશ પટેલ
અમરેલી પરેશ ધાનાણી નારણ કાછડિયા
જામનગર મૂળુ કંડોરિયા પૂનમ માડમ
ગાંધીનગર સી.જે.ચાવડા અમિત શાહ
સુરેન્દ્રનગર સોમા ગાંડા પટેલ ડૉ.મહેન્દ્ર મુંજપરા
મહેસાણા એ.જે.પટેલ શારદાબેન પટેલ
ભરૂચ શેરખાન પઠાણ મનસુખ વસાવા
બનાસકાંઠા પરથી ભટોળ પરબત પટેલ
અમદાવાદ ઈસ્ટ ગીતાબેન પટેલ એચ.એસ.પટેલ
બારડોલી તુષાર ચૌધરી પ્રભુ વસાવા
સુરત અશોક અધેવાડા દર્શના જરદોશ
ભાવનગર મનહર પટેલ ભારતીબેન શિયાળ
ખેડા બિમલ શાહ દેવુસિંહ ચૌહાણ
સાબરકાંઠા રાજેન્દ્રસિંહ ઠાકોર દીપસિંહ રાઠોડ
દાહોદ બાબુ કટારા જશવંતસિંહ ભાભોર
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments