Wednesday, September 22, 2021
Homeભાજપ માં સામેલ થયો ક્રિકેટર ગૌતમ ગંભીર
Array

ભાજપ માં સામેલ થયો ક્રિકેટર ગૌતમ ગંભીર

નવી દિલ્હીઃ ક્રિકેટર ગૌતમ ગંભીર આજે કેન્દ્રીય નાણા મંત્રી અરૂણ જેટલીની હાજરીમાં ભાજપમાં સામેલ થયો છે. છેલ્લાં કેટલાંક દિવસથી અટકળો ચાલી રહી છે કે ભાજપમાં સામેલ થઈને ગંભીર ચૂંટણી લડી શકે છે. આ ઉપરાંત ભાજપની ઉમેદવારોની વધુ એક યાદી આજે જાહેર થઈ શકે છે.

 

ભાજપે લોકસભા ચૂંટણી માટેની બીજી યાદી જાહેર કરી છે. જેમાં માત્ર એક જ નામ સામેલ કરવામાં આવ્યું છે. પાર્ટીએ દીવ એન્ડ દમણથી લાલુભાઈ પટેલને ઉમેદવાર જાહેર કર્યા છે. આ સીટ પર ત્રીજા તબક્કામાં 23 એપ્રિલે મતદાન થશે. તો ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની આજે બેઠક મળવાની છે, જેમાં બાકીના નામો અંગે નિર્ણય થશે. આશા છે કે ભાજપની વધુ એક યાદી આજે જાહેર થઈ શકે છે.

ભાજપે 184 ઉમેદવારોની યાદી જાહેર કરી: ભાજપે ગુરૂવારે લોકસભા ચૂંટણી માટે પોતાની પહેલી યાદી ગુરુવારે જાહેર કરી હતી. જેમાં 184 ઉમેદવારોના નામ હતા. આ યાદીમાં પ્રમુખ ઉમેદવારોમાં વડાપ્રધાન મોદી વારાણસીથી ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે. ભાજપના વરિષ્ઠ જેપી નડ્ડાએ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી હતી. તેઓએ જણાવ્યું કે 19 માર્ચ અને 20 માર્ચે ભાજપની કેન્દ્રીય સમિતિની બેઠક મળી હતી. જેમાં એક એક કરીને રાજ્યો પર ચર્ચા થઈ જેમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ, વડાપ્રધાન મોદીએ ભાગ લીધો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments