Thursday, September 23, 2021
Homeભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ અને કાર્યકરોએ પોલીસ સ્ટેશનમાં દાદાગીરી કરી
Array

ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ અને કાર્યકરોએ પોલીસ સ્ટેશનમાં દાદાગીરી કરી

અમદાવાદઃ સાબરમતી રિવરફ્રન્ટ ખાતેના જમાલપુર બ્રિજ નીચે રવિવારે મોડી સાંજે યોજાયેલા એક ખાનગી ચેનલની ડિબેટના કાર્યક્રમમાં ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણ સર્જાઈ હતી. ‘ચોકીદાર ચોર હૈં’, ‘પપ્પુ’ જેવા શબ્દોને લઈને બંને જૂથના કાર્યકરો સામસામે આવ્યા હતા. શરૂઆતમાં રાહુલ ગાંધી વાંઢા છે તેવા નિવેદનને પગલે બોલાચાલી થઈ હતી.

ત્યારબાદ ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલે સ્ટેજ પર આવીને કોંગ્રેસ કાર્યકર દિપક ચારણને લાફો માર્યાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે જ્યારે ભાજપે વટવા વોર્ડની મહિલા સભ્યની છેડતી કરી હોવાનો આક્ષેપ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. ઘટના પછી બંને પક્ષો દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જેમાં કોંગ્રેસની મહિલા કાર્યકરે પોતાની છેડતી અને ભાજપની મહિલા કાર્યકરે પણ પોતાની છેડતી થઈ હોવાનો ઉલ્લેખ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં અમદાવાદ પશ્ચિમના ભાજપના ઉમેદવાર કિરિટસિંહ સોલંકી અને કોંગ્રેસના ઉમેદવાર રાજૂ પરમાર સહિતના કાર્યકરો ઉપસ્થિત હતા.

પોલીસની હાજરીમાં લાફો માર્યો

ઋત્વિજ પટેલે સ્ટેજ પરથી ઉતરીને આવીને અમારા કાર્યકર દિપક ચારણને લાફો માર્યો હતો. ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં પણ લાફો માર્યો હતો. સીસીટીવી ફૂટેજની તપાસમાં સત્ય બહાર આવશે. – શશિકાંત પટેલ, શહેર કોંગ્રેસ પ્રમુખ

મેં હુમલો કર્યો નથી: હું, કિરિટ સોલંકી, રાજુ પરમાર પેનલિસ્ટ હતા. હું સ્ટેજ પર હોઉં તો લાફો કેવી રીતે મારું? મોદી મોદીના નારા વચ્ચે કોંગ્રેસના ટોળામાંથી પીધેલા કાર્યકરે  અમારા પક્ષની મહિલાની છેડતી કરી. – ઋત્વિજ પટેલ, પ્રમુખ, ભાજપ યુવા મોરચા

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments