ભાજપ સાંસદે પગમાંથી ચંપલ કાઢ્યા અને ભાજપના જ MLAને ઢોર માર માર્યો

0
166

નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટીના સાંસદ શરદ ત્રિપાઠીએ તેની જ પાર્ટીના ધારાસભ્ય રાકેશ સિંહ પર પગરખાનો વરસાદ કર્યો. મામલો ઉત્તરપ્રદેશના સંત કબીર નગરનો છે જયાં કોઈ બેઠક દરમિયાન ભાજપના ધારાસભ્ય અને ભાજપના સાંસદ શરદ ત્રિપાઠીની વચ્ચે પહેલા ઉગ્ર બોલાચાલી થઈ. અને બાદમાં બંને વચ્ચે મારા-મારી થઈ હતી.

ધારાસભ્ય અને સાંસદ કોઈ મુદ્દાને લઈને ઝઘડી પડ્યા હતા. આ દરમિયાન સાંસદ શરદ ત્રિપાઠીએ પગમાંથી ચંપલ કાઢીને ધારાસભ્યને મારવાનું શરૂ કરી દીધું. પહેલા ધારાસભ્યએ 10-15 ચંપલનો માર ખાધો. પછીથી જવાબ આપતા સાંસદ શરદ ત્રિપાઠીને થપ્પડો મારી. ઉગ્ર મારામારીને પગલે લોકો બંનેને છોડાવવા વચ્ચે પડ્યા હતા. બાદમા એક પોલિસ જવાને સાંસદ અને વિધાયકને છોડાવ્યા હતા.

આ ઘટનાનો વિડિયો આ પ્રસંગમાં હાજર કોઈ વ્યક્તિએ શુટ કરી લીધો હતો. જયારે આ ઘટના બની ત્યારે સંત કબીર નગરના કલેકટર પણ અહીં ઉપસ્થિત હતા.બંને ભાજપના નેતાઓની વચ્ચે કોઈ પ્રોજેકટની આધારશીલા પર નામ લખવાની બાબતને લઈને ઝઘડો શરૂ થયો હતો. જે ઉગ્ર મારામારીમાં પરિણમ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here