Monday, January 24, 2022
Homeભાજપ હવે ઘરે ઘરે પૂછવા આવશે કે અમારો વિકાસ તમને કેવો લાગ્યો...
Array

ભાજપ હવે ઘરે ઘરે પૂછવા આવશે કે અમારો વિકાસ તમને કેવો લાગ્યો અને બીજી શું અપેક્ષા છે

ગૃહમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું હતું કે લોકસભાની ચૂંટણી માટે ભાજપ લોકો સાથે સીધી વાતચીત કરશે અને તેમનું ઘોષણાપત્ર તૈયાર કરશે. ઘોષણા પત્ર સમિતિના હેડ રાજનાથ સિંહ દ્વારા ભાજપના મુખ્ય કાર્યાલયમાં લોકસભાની ચૂંટણી ઘોષણાપત્ર સમિતિની બેઠક પછી આ વાત કરી હતી.

રાજનાથ સિંહે કહ્યું કે ઘોષણા પત્ર સમિતિ હેઠળ અમે 15 ઉપ-સમિતિ બનાવી રહ્યાં છીએ, જેમાં સમાજના વિવિધ વર્ગના હિતધારકો (સ્ટેકહોલ્ડર્સ)નો સમાવેશ થાય છે. આ સ્ટેકહોલ્ડર્સ લોકો સાથે સીધી વાત કરશે.

માનવામાં આવે છે કે ભાજપની આ સમિતિ સરકાર પાસેથી લોકોની શું અપેક્ષાઓ છે એ પૂછશે. અને સાથે જ વર્તમાન કાર્યકાળમાં કરવામાં આવેલ વિકાસના કાર્યોની સમીક્ષા પણ કરશે.

લોકોની અપેક્ષાઓના આધારે ભાજપનું ઘોષણાપત્ર તૈયાર કરવામાં આવશે.

20 સભ્યોના સકલ્પ પત્રના સભ્યોમાં કેન્દ્રિય મંત્રી નિર્મલા સીતારમણ, રવિ શંકર પ્રસાદ, પીયુષ ગોયલ અને મુખ્તાર અબ્બાસ નકવી તેમજ મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સામેલ છે. કમિટીને પાર્ટીનું ઘોષણાપત્ર તૈયાર કરવાનું કામ સોંપેલું છે. જેટલી પણ આ કમિટિનાં સભ્યમાં હશે.

ઉલ્લેખનીય છે કે 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા તેમના સંકલ્પ પત્રમાં ઘણા વચન આપવામાં આવ્યા હતા. આ વચનના કારણે તે વિશાળ બહુમતી સાથે સત્તામાં પણ આવી હતી. હવે 2019ની ચૂંટણીમાં પણ બીજેપી એ જ રીતનું પુનરાવર્તન કરવા જઈ રહી છે. આ જ કારણે ચૂંટણી પહેલા બીજેપીનું સંપૂર્ણ ધ્યાન સંકલ્પ પત્ર તૈયાર કરવા પર રહેશે.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular