ભાણેજ અને મામી વચ્ચેના આડા સંબંધોનો આવ્યો કરૂણ અંત

0
128

  • CN24NEWS-19/06/2019
  • એક મર્ડર કેસની તપાસ કરતા વારાણસી પોલીસે એવી ચોંકાવનારી વાતો પરથી પડદો ઉઠાવ્યો જેને સાંભળીને સંબંધો પરથી વિશ્વાસ ઉઠી જશે. હત્યા પાછળનું કારણ જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ ઘટના ઉત્તર પ્રદેશના વારાણસીની છે.10 જુને વારાણસીના લોહતામાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો, જેની ઓળખ બચ્છવા ગામના રહેવાસી રતન કુમાર તરીકે થઇ. પોસ્ટ માર્ટમ રિપોર્ટમાં રતન કુમારની હત્યાની વાત સામે આવતાં પોલીસે તપાસ શરૂ કરી હતી.

    પોલીસના જણાવ્યા મુજબ, રતન કુમારની હત્યા પાછળ તેની પત્ની અને સગા ભાણેજ વચ્ચેના આડા સંબંધો કારણભુત છે. એવું કહેવામાં આવે છે કે મૃતકના ભાણેજ રાહુલ અને પત્ની વચ્ચે આડા સંબંધો હતા. મામી અને રાહુલ વચ્ચેના આ સંબંધો તેના નાના મામા જોઇ ગયાં હતા. જેના કારણે બંને વચ્ચે ઝગડો થયો હતો. એ સમયે તો રાહુલે પોતાની ભુલ સ્વીકારી લીઘી હતી પરંતુ ત્યારબાદ મામી અને રાહુલે મળીને મામા રતનને રસ્તામાંથી હટાવવાની યોજના બનાવી હતી.

 

યોજના બનાવીને રાહુલે પોતાના મિત્ર સોનૂ અને જયેન્દ્રનો સંપર્ક કર્યો અને 9 જુને રાહુલના ગામમાં એક મિત્રના લગ્નમાં મામા રતનને બોલાવી લેવામાં આવ્યો હતો. ભાણેજનો મિત્ર સોનૂ ડ્રાઇવર હતો અને તે જે ગાડી ચલાવતો હતો તેને જ લગ્નમાં ભાડે લીધી. તે જ ગાડીમાં મામા-ભાણેજ અને તેના મિત્ર અનંતપુર ગામ પહોંચ્યા.

મામા રતનને ગાડીમાં બેસાડીને મોડી રાતે સરહરી ગામ લઇ જવામાં આવ્યાં અને સરહરી ગામના પુલ પાસે સુમસામ જગ્યાએ તેમણે પહેલાં તો મામા રતને ઢોર માર માર્યો અને ત્યારબાદ બાદ પણ રતન જીવિત રહેતાં તેના પર ગાડી ચડાવી દીધી.

 

 

તે બાદ રતનને રસ્તા પર છોડીને તેઓ લગ્નમાં સામેલ થઇ ગયા. જ્યારે કેટલાક લોકોએ રતન વિશે પૂછ્યું તો આરોપીઓએ વાત ફેરવી નાંખી હતી. મંગળવારે જ્યારે આરોપીઓ શહેર છોડવા જઇ રહ્યાં હતા ત્યારે જ શંકાના આધારે પોલીસે તમામ આરોપીઓને ઝડપી લીધા હતા.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here