Sunday, October 17, 2021
Homeભાનુશાળીને સેક્સસીડીકાંડમાં બ્લેકમેઇલ કરતી મનિષા મામલે થયો મોટો ખુલાસો, પોલીસ પણ ચોંકી
Array

ભાનુશાળીને સેક્સસીડીકાંડમાં બ્લેકમેઇલ કરતી મનિષા મામલે થયો મોટો ખુલાસો, પોલીસ પણ ચોંકી

કચ્છના અબડાસાના પુર્વ ધારાસભ્ય જ્યંતિ ભાનુશાળીની  ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. આ કેસની ફરિયાદમાંં જે મનીષા ગોસ્વામી નામની મહિલાનું નામ છે તેણે ભાનુશાળીના ભત્રીજાની અશ્લિલ વિડીયો ક્લિપ વાયરલ કરવાની ધમકી આપીને ૧૦ કરોડની માંગણી કરી હતી. મનીષાએ જ્યંતિ ભાનુશાળીને પૈસા નહી આપો તો તમારી કારકિર્દી ખતમ કરી નાંખશે એવી ધમકી આપી હતી. આ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી.

છેલ્લાં દસ દિવસથી પરિવારના પણ સંપર્કમાં નથી

જયંતિ ભાનુશાલી હત્યા કેસમાં પરિવારજનોએ 5 લોકો સામે નામજોગ ફરિયાદ નોંધાવી છે.. જેમાં વાપીની મનિષા ગોસ્વામીનો પણ સમાવેશ થાય છે. મનીષા ગોસ્વામીનું નામ સામે આવતા વલસાડ જિલ્લામાં ખળભળાટ મચ્યો છે. જોકે મનીષા ગોસ્વામી છેલ્લાં દસ દિવસથી પરિવારના પણ સંપર્કમાં નથી તેવો તેના પતિએ દાવો કર્યો છે. આ કેસમાં તપાસનો રેલો વાપી સુધી પહોંચે તેવી શક્યતા પહેલા મનીષાના પતિએ પોલીસને તપાસમાં સહકાર આપવાની વાત કરી છે. મનીષાના પતિ ગજ્જુ ગોસ્વામીએ દાવો કર્યો કે ફરિયાદમાં મનીષાનું નામ આવતા પરિવારજનો ગભરાટમાં છે. તેમણે ગુનેગારોને કડક સજા કરવાની માંગ કરી છે.

કઢંગી હાલતમાં વિડીયો સિડી તૈયાર કરાવીને બેલ્કમેઈલ કરતા હતા

ભાજપના પુર્વ ધારાસભ્ય જ્યંતિ ભાનુશાળી ભુજથી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે સમખિયાળી નજીક તેમની ગોળી મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. આ અંગે તેમના ભત્રીજા સુનિલ ભાનુશાળી એ ગાંધીધામ રેલ્વે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમણે મનીષા ગોસ્વામી તથા અન્ય લોકોએ મળીને તેમની અને તેમના કાકાની કોઈ અજાણી સ્ત્રી સાથે કઢંગી હાલતમાં વિડીયો સિડી તૈયાર કરાવીને બેલ્કમેઈલ કરતા હોવાનું જણાવ્યું છે.

સુનિલને હોસ્પિટલ સામેના કચ્છી ભવનમાં બોલાવ્યો હતો

નખત્રાણાંમાં રહેતી મનીષા ગોસ્વામીને સુનિલ પાંચેક વર્ષથી ઓળખતો હતો. થોડા મહિના પહેલા મનીષાએ તેના સગાને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હોવાનું કહીને સુનિલને હોસ્પિટલ સામેના કચ્છી ભવનમાં બોલાવ્યો હતો. જ્યાં મનીષાએ તેની પર સ્પ્રે છાંટતા સુનિલ બેભાન જેવો થઈ ગયો હતો. તે ભાનમાં આવ્યો ત્યારે રૂમમાં કોઈ હાજર ન હતું.

મનીષાએ ૧૦ કરોડની માંગણી કરી હતી

બીજીતરફ ફેબ્રુઆરીમાં ૨૦૧૮માં નરોડામાં મનીષાએ મોબાઈલમાં સુનિલને તેનું અજાણી છોકરી સાથે કઢંગી અને નિર્વસ્ત્ર હાલતમાં વિડીયો રેકોર્ડિંગ બતાવ્યું હતું. જેને આધારે મનીષાએ ૧૦ કરોડની માંગણી કરીને પૈસા નહી આપે તો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. ગભરાયેલા સુનિલે તેના કાકા જ્યંતિ ભાનુશાળીને વાત કરી હતી. આથી ભાનુશાળીએ ૧૯ માર્ચ ૨૦૧૮નાં રોજ મનીષાને રૂબરૂ મળ્યા હતા. જ્યાં મનીષાએ સુનિલની વિડીયો ક્લિપ બતાવીને ૧૦ કરોડ માંગ્યા હતા. ટોકન પેટે મનીષાએ ૨૫ લાખ માંગતા જ્યંતિ ભાનુશાળીએ આ રકમ તેને ચુકવી હતી. તે સિવાય એસ.જી. હાઈવે પર મનીષાએ જ્યંતિ ભાનુશાળી સાથે મિટીંગ કરી હતી. ભાનુશાળીએ રકમ ઓછી કરી સમાધાનની વાત કરી હતી. જોકે મનીષા કોઈ વાત માનવા તૈયાર ન હતી. આથી ભાનુશાળી તમારે જે કરવું હોય તે કરો એમ કહ્યું હતું.  જોકે મનીષાએ અવારનવાર ફોન પર ઉઘરાણી કરીને જ્યંતિભાઈની કારકિર્દી ખતમ કરવાની ધમકી આપી હતી. આ અંગે મનીષા તેના પતિ સહિત ચાર જણા સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments