Wednesday, December 8, 2021
Homeભાનુશાળી હત્યા કેસમાં ગુજરાત પોલીસ બે શાર્પ શુટર અને અન્ય પાંચ શખ્સોને...
Array

ભાનુશાળી હત્યા કેસમાં ગુજરાત પોલીસ બે શાર્પ શુટર અને અન્ય પાંચ શખ્સોને પુણેથી લાવી

પુર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીની ગોળી મારીને હત્યા કરવાના ચકચાર ભર્યા કેસમાં ગુજરાત પોલીસ બે શાર્પ શુટરને પુણેથી અમદાવાદ લઈ આવી છે. જોકે આ બાબતે પોલીસ મગનું નામ મરી પાડતી નથી. પુણેના યરવડા પોલીસના જણાવ્યા મુજબ બન્ને શાર્પ શુટર તથા અન્ય પાંચ શખ્સોને ગુજરાત પોલીસ પુણેથી લઈ ગઈ હતી.

યરવડા પોલીસ સ્ટેશનના પી.આઈ.દિનકર મોહિતેના જણાવ્યા મુજબ જયંતી ભાનુશાળી હત્યા કેસમાં સંડોવાયેલા શશીકાંત ઉર્ફે બિટીયા દાદા કાંબળે અને શેખ અસરફ અનવરને ૧૦ દિવસ પહેલા જ ગુજરાત પોલીસ પુણેથી લઈ ગઈ હતી. તે સિવાય પુણેથી અન્ય પાંચ શખ્સોને પણ પોલીસ લઈ ગઈ હતી. શશીકાંત વિરૃધ્ધ યરવડા પોલીસ સ્ટેશનમાં હત્યા સહિત ૧૩ ગંભીર ગુના નોંધાયેલા છે. તે સિવાય પુણેના અન્ય બે પોલીસ સ્ટેશનમાં પણ બે ગુના દાળ છે. અસરફ સામે પણ યરવડા પોલીસ સ્ટેશનમાં ચાર ગુના નોંધાયેલા છે.

શશીકાંત અને અસરફ પુણેના રહેવાસી છે. જોકે શશીકાંત મોટેભાગે વાપીમાં રહેતો હતો અને ત્યાં જ કામ કરતો હતો. આ બન્ને આરોપી કોઈ ગેંગ સાથે સંકળાયેલા નથી, એમ મોહિતેએ વધુમાં કહ્યું હતું.

જયંતી ભાનુશાળી હત્યા કેસમાં સીઆઈડી ક્રાઈમે નિતીન પટેલ અને રાહુલ પટેલની ધરપકડ કરી હતી.બન્ને આરોપી છબીલ પટેલના કચ્છ સ્થિત નારાયણી ફાર્મ હાઉસમાં શુટરો શશીકાંત અને અસરફની સરભરા રતા હતા અને ભાનુશાળીની હત્યાનું કાવતરૃ વ્યવસ્થિતપણે પાર પડે તેનું ધ્યાન રાખતા હતા.

છબીલ પટેલને જયંતી ભાનુશાળી સાથે ગંભીર અણબનાવ હતો. બીજીતરફ મનીષા સાથે ભાનુશાળીને આર્થિક બાબતોને લઈને વિવાદ ચાલતો હતો. જેમાં મનીષાએ ભાનુશાળીના ભત્રીજા સુનિલ ભાનુશાળીને સિવિલ હોસ્પિટલ સામે એક રૃમમાં બોલાવીને કોઈ યુવતી સાથે અશ્લિલ હરકતો કરતો વિડીયો ઉતારી લીધો હતો. આ સીડીને આધારે મનીષા સુનિલ અને તેના કાકા ભાનુશાળીને બ્લેકમેઈલ કરીને પૈસા માંગતી હતી. સુનિલની ફરિયાદને આધારે મનીષાની ધરપકડ પણ થઈ હતી. જેને છોડાવવા છબીલ પટેલે મહત્વની ભુમિકા ભજવતા તે મનીષાના સંપર્કમાં આવ્યા હતા.બાદમાં મનીષા અને છબીલ પટેલે પોતાના દુશ્મન જંયતી ભાનુશાળીનો કાંટો દુર કરવાનું કાવતરૃ ઘડયું હતું. મનીષાએ અન્ય આરોપી સુરજીત ભાઉ અને તેની ગેંગના માણસોને નવેમ્બર ૨૦૧૮માં છબીલ પટેલ સાથે મળાવ્યા હતા.  બાદમાં છબીલ પટેલના નારાયણી ફાર્મમાં જયંતી ભાનુશાળીની હત્યાનું કાવતરૃ ઘડ્યું હતું,

કાવતરા મુજબ શુટરો શશીકાંત અને અસરફે ૮ જાન્યુઆરીના રોજ મોડી રાત્રે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં ભુજથી અમદાવાદ આવી રહેલા જયંતી ભાનુશાળીની સમખિયાળી રેલવે સ્ટેશન નજીક ટ્રેનમાં જ ગોળીબાર કરીને હત્યા કરી નાંખી હતી. બાદમાં ચેઈન પુલ્લિંગ કરીને બન્ને હત્યારા ઉતરીને અન્ય સાગરીતો મારફતે વાહનમાં રાધનપુર હાઈવે થઈને પુણે ભાગી ગયા હતા. જોકે બન્ને હત્યારા સમખિયાળી ટોલટેક્ષ પરના સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયા હતા.

બીજીતરફ હત્યા અગાઉ ૨ જાન્યુઆરીના રોજ છબીલ પટેલ ભારત છોડીને મસ્કત ભાગી ગયો હતો.

 

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments