Sunday, November 28, 2021
Homeભાનુશાળી હત્યા કેસ : છબીલ પટેલ નેધરલેન્ડમાં કે અમેરિકામાં? SIT હાજર થવાની...
Array

ભાનુશાળી હત્યા કેસ : છબીલ પટેલ નેધરલેન્ડમાં કે અમેરિકામાં? SIT હાજર થવાની રાહ જોઈને બેઠી છે

અમદાવાદઃ ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યા કેસમાં મહત્વના સાક્ષી એવા પવન મૌર્યનું પૂરું કરી દેવાના છબીલ પટેલના કાવતરા અંગે કચ્છ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, પિયૂષના મોબાઈલ ફોનમાં નેધરલેન્ડના મોબાઈલ નબંર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. જેને લઈ છબીલ પટેલ નેધરલેન્ડમાં છે કે અમેરિકામાં તે અંગે સવાલ ઉભો થયો છે. છબીલ પટેલે ખરેખર નેધરલેન્ડથી ફોન કર્યો હતો કે VOIP(વોઈસઓવર ઈન્ટરનેટ પ્રોટોકોલ) નંબર પરથી ફોન કર્યો તે અંગે હવે પોલીસ તપાસમાં લાગી છે.

છબીલ પટેલે પિયુષને વોટ્સએપ કોલ કર્યો હતો ત્યારે જેલમાં બંધ બે શાર્પશૂટરને જેલમાં મળી આવવા પણ કહ્યું હતું. આ ઉપરાંત તેમના વેવાઈ રસિક પટેલ અથવા રાજવીરસિંહ નામની વ્યક્તિનો સંપર્ક કરવા કહ્યું હતું. રાજવીરસિંહ નામના શખ્સનું નામ બહાર આવતા પોલીસે આ શખ્સની શોધખોળ હાથ ધરી છે અને તેનો આ કેસમાં શું રોલ છે તેની તપાસ પણ હાથ ધરી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments