Tuesday, September 21, 2021
Homeભાનુશાળી હત્યા: છબીલ ને એક વ્યક્તિ 5 લાખ આપી ગયો, હત્યા...
Array

ભાનુશાળી હત્યા: છબીલ ને એક વ્યક્તિ 5 લાખ આપી ગયો, હત્યા માં સામેલ રાજકારણી નું નામ આપતો નથી

ભચાઉ: ભાજપના પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીના હત્યા કેસમાં છબીલ પટેલને ભચાઉ કોર્ટમાં રજૂ કર્યો હતો. પોલીસના અનુસાર તેને એક એસયુવી કારમાં એક વ્યક્તિ 5 લાખ આપી ગયો હતો. પરંતુ તે કોણ હતો તે અને હત્યામાં સામેલ એક રાજકારણી પણ છે તેના વિશે છબીલ ડરથી કંઈ કહી રહ્યો નથી.

રિમાન્ડ લંબાવાયા

રિમાન્ડ પૂરા થતાં ભચાઉ કોર્ટમાં છબીલને હાજર કરાયો હતો. જ્યાં પોલીસે વધારે રિમાન્ડની માગ કરતાં કોર્ટે વધુ 3 દિવસના રિમાન્ડ આપ્યા હતા અને છબીલને 28મી સુધી રિમાન્ડ પર મોકલ્યો હતો.

રાજકારણીએ કારસો ઘડ્યો

છબીલનો ઉપયોગ કરીને જયંતીનો કાંટો કાઢવાનું કામ બીજા અન્ય રાજકારણીએ પાડ્યું હોવાનું સૂત્રોનું કહેવું છે. તેણે છબીલને જેલમાં નાંખીને ભાનુશાળીનું પત્તું કાપ્યું હોવાનું કહેવાય છે.

મોબાઈલ શૂટરોને આપ્યા

છબીલ ભાનુશાળીની હત્યા પહેલા જ તેના મોબાઈલ ફોન પૂણેના શૂટર વિશાલ કાંબલેને સિમ કાર્ડ સાથે આપી દીધા હતા અને કોઈપણ દૂરસંચાર ઉપકરણ વગર વિદેશ નાસી ગયો હતો. વિશાલે તે મોબાઈલ શશીકાંત કાંબલે અને અશરફ શેખને આપ્યા હતા. જેથી છબીલ તેમના સંપર્કમાં રહ્યો હતો. છબીલ સાથેની વાતચીત બાદ મોબાઈલને શૂટરોએ તોડી દીધા હતા અને નવા મોબાઈલ અને સીમ લેતા હતા.

હત્યા સિવાય કોઈ માર્ગ ન હતો

છબીલે જયંતી સાથે સમાધાન માટે સમાજના આગેવાનો અને સંત દ્વારા ઘણા પ્રયાસો કર્યા હતા. પરંતુ તેને કોઈ સફળતા મળી ન હતી. જેથી કંટાળીને તેણે ભાનુશાળીની હત્યા કરવા સિવાય કોઈ માર્ગ બચ્યો ન હોવાનો એકરાર કર્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments