ભાભીજી ટૂંક સમયમાં ટીવી પર પાછા આવી શકે છે, સૌમ્યા ટંડનનું ઘર કિલકારીઓથી ગૂંજી ઉઠયું

0
50

સીરિયલ ભાભીજી ઘર પર હૈ ફેમ એકટર્સ સૌમ્યા ટંડનએ પ્રેગ્નેંસીના લીધે કામથી રજા લીધી હતી. તે છેલ્લા થોડા સમયથી સીરિયલમાં દેખાતી ન હતી. સૌમ્યા સીરિયલમાં ગોરી મેમનો કીરદાર નીભાવી રહી છે જેને દર્શકો ખૂબજ પસંદ કરી રહ્યા છે. હવે તેમણે એક ખુશખબરી આપી છે. ખરેખર વાત એ છે કે, સૌમ્યા ટંડનનું ઘર કિલકારીઓથી ગૂંજી ઉઠયું છે. 34 વર્ષની સૌમ્યાએ શુક્રવારે મોડી રાત્રે પુત્રને જન્મ આપ્યો છે. તેમણે નવેમ્બરના પહેલા અઠવાડિયામાં પ્રેગ્નેંસીની ખબર સોશીયલ મીડિયા ઉપર શેયર કરી હતી. એટલું જ નહીં પ્રેગ્નેંસી દરમિયાન સૌમ્યાએ બેબી બંમ્પ સાથે પણ ફોટોશૂટ કરાયું છે.

સૌમ્યાએ પોતાની એક ફોટો પોસ્ટ કરતા લખ્યું હતું કે ‘એક જાદુગરના એહસાસ સાથે સવારે ઉઠુ છું. આશીર્વાદ અને દેવભકિતથી સંપૂર્ણ મહેસૂસ કરુ છું. હાર્મોન્સમાં થતાં બદલાવથી લગાતાર ઉત્સાહિત મહેસૂસ કરુ છું. આ એક મહાન રાઈડ હોવાનું વચન આપી રહ્યા છે. એક મોટી ખબરમાં પ્રેંગ્નેટ છું અને બધાજ સારા સમયને શિદ્દતથી જીવવાની કોશીશ કરી રહી છું. તમારી શુભકામનાઓની જરૂર છે.’ ફિલ્મ જબ વી મેટમાં કરીના કપૂરની બેનનો કિરદાર નિભાવતી સૌમ્યા ટંડને ડિસેમ્બર 2016માં બેંકર સૌરભ દાવેંદ્ર સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંન્ને લાંબા સમયથી લિવ ઈનમાં રહેતા હતા. સૌમ્યા અને સૌરભ બંન્ને એક બીજાને કોલેજના દિવસોથી જાણતા હતા. સૌમ્યાના અનુસાર સૌરભે તેમને હંમેશા સપોર્ટ કર્યો છે.

સૌરભની સાથે પોતાના રિલેશનની વાત સૌમ્યાએ સ્વીકારી હતી

સૌરભ તેમની સાથે ત્યારે રિલેશનમાં આયા જયારે સૌમ્યા એકટ્રસ બની ન હતી. સૌરભની સાથે પોતાના રિલેશનની વાત સૌમ્યાએ સ્વીકારી હતી. તેમણે કહ્યુ કે તેમના પિતાના અવસાન પછી સૌરભે તેમને સપોર્ટ કર્યો હતો. મિત્ર, ફિલોસોફર અને ગાઈડની રૂપમાં સૌરભે તેમને હંમેશા સાથ આપ્યો છે. જણાવી દઇએ કે સૌમ્યા ટીવીની મોંઘી એકટ્રસમાંની એક છે તે એક દિવસની શૂટિંગના 55 હજાર રૂપિયા લે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here