Tuesday, September 28, 2021
Homeભાભી સાથે પ્રેમ થઈ જતાં પત્નીની હત્યાની સોપારી આપનારા પતિની ધરપકડ કરાઈ
Array

ભાભી સાથે પ્રેમ થઈ જતાં પત્નીની હત્યાની સોપારી આપનારા પતિની ધરપકડ કરાઈ

અમદાવાદ: મણિનગરમાં ગત ડિસેમ્બરમાં કારમાં બેઠેલી મહિલાને ગળે ધારદાર હથિયારના ઘા ઝીંકી હત્યાના પ્રયાસમાં ક્રાઈમબ્રાન્ચે મહિલાના પતિ, તેની પ્રેમિકા અને કોન્ટ્રાક્ટ કિલર મળી ત્રણ વ્યકિતની ધરપકડ કરી છે. પ્રેમિકા સાથે રહેવા પતિએ પત્નીની હત્યાની સોપારી આપી હતી.

ક્રાઈમબ્રાન્ચના એસીપી બી.વી. ગોહિલે જણાવ્યું કે, 30 ડિસેમ્બર, 2018એ ભાવનાબેન અમિતભાઈ ઠાકોર (રહે.ભગવતી કૃપા સોસાયટી,ઘોડાસર, ઈસનપુર) મણિનગર ચાર રસ્તા પાસે પોતાની કારમાં બેઠા હતા ત્યારે કોન્ટ્રાક્ટ કિલરે કારનો દરવાજો ખોલી મોઢું દબાવી ગળા પર કટર મારી નાસી છૂટ્યો હતો.

ક્રાઈમબ્રાન્ચે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ એનાલિસિસ હાથ ધરી દેશરાજસિંગ ગુર્જર (ઉ.વ.19, ઓઢવ)ની ધરપકડ કરી હતી. દેશરાજે કબૂલ્યું કે, ભાવનાબેનના પતિ અમિત ઠાકોરે જ સોપારી આપી હતી.અમિત તેના માસીના દીકરા દિનેશ વાઘેલાની પત્ની દક્ષા સાથે ત્રણ વર્ષથી પ્રેમમાં હતા. દક્ષા સાથે રહેવા તેણે પત્ની ભાવનાની હત્યાની સોપારી દેશરાજને આપી હતી. પોલીસે દક્ષાની પણ ધરપકડ કરી હતી.

અગાઉ પણ હત્યા કરવાના પ્રયાસો કર્યા હતા: અમિત ઠાકોરની દુકાને માલ નાખવા આવતા ટ્રક ડ્રાઈવર સુરજ ઉર્ફે સુકા મારફતે દેશરાજનો સંપર્ક થયો હતો. અમિતે એડવાન્સ 10 હજાર આપ્યા હતા. અગાઉ હત્યાના પ્રયાસો કર્યા હતા પરંતુ તેમાં સફળતા મળી નહતી.

ગળું કાપવા કટર પ્રેમિકાએ જ આપી હતી: નકળંગધામ પાસેની ગલીમાં અમિત ઠાકોરે કાર પાર્ક કરી અને પીઝા લેવા જાય છે તેમ કહી કારમાંથી ઉતરી કોન્ટ્રાકટ કિલરને ફોન કર્યો હતો. અમિતની પ્રેમિકા દક્ષાએ દેશરાજને હત્યા માટે કટર આપી હતી. હુમલો કરતી વખતે દેશરાજના હાથમાંથી કટર નીચે પડી જતાં તે ભાગી છૂટ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments