Thursday, September 23, 2021
Homeભારતનાં 12 રાજ્યોમાં ઈ-સિગારેટ પર પ્રતિબંધ, આરોગ્ય મંત્રાલયે બધા રાજ્યોને કહ્યું પણ...
Array

ભારતનાં 12 રાજ્યોમાં ઈ-સિગારેટ પર પ્રતિબંધ, આરોગ્ય મંત્રાલયે બધા રાજ્યોને કહ્યું પણ ગુજરાતમાં હજુ નથી થયો

ગત વર્ષે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સલાહકારના આદેસ મુજબ ભારતના 12 રાજ્યોમાં ઇલેક્ટ્રોનિક નિકોટિન ડિલિવરી સિસ્ટમ્સ (E-cigarette) પર પ્રતિબંધ મૂકાયો છે, આ 12 રાજ્યોમાં પંજાબ રાજ્ય, મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, બિહાર, ઉત્તર પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, પુડુચેરી અને ઝારખંડનો સમાવેશ થાય છે, તેમ યુનિયન આરોગ્ય મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું છે.

આ ઈ-સિગારેટની ભારતમાં માંગ વધી રહી છે. સામાન્ય રીતે આ ઈ-સિગારેટ ભારતમાં વેપ્સ તરીકે ઓળખાય છે. તમાકુના ઉત્પાદન, વિતરણ અને ઉપયોગ અંગેના ભારતના રાષ્ટ્રીય કાયદાના ક્ષેત્રમાં ઈ-સિગારેટ સામેલ નથી, જેથી આવી ઈ-સિગારેટોના કારણે તેના વપરાશકર્તાઓમાં સ્વાસ્થ્યનું જોખમ ઉભુ કરે છે અને તે સિગારેટ જેટલી જ નુકસાન કારક છે. ઓગસ્ટ 2018 માં મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સલાહ આપી હતી કે, ઈ-સિગારેટ ગરમી નહીં પણ બર્ન ઉપકરણો, વેપ, ઇ-શીશા, ઈ-નિકોટિન ફ્લેવર હુકા અને તેની સમાનની બાબતોને કે જે નિકોટિનને પ્રોત્સાહન આપતીઓનું વેચાણ થઈ શકે છે. આ ઈ-સિગારેટનું ઉત્પાદન, વિતરણ, વેચાણ, વેપાર, આયાત અને જાહેરાત ભારતના અધિકારક્ષેત્રમાં આવતા નથી.

આ નવી ઉભરતી સમસ્યાને પહોંચી વળવા અને તે અંગે પગલાં ભરવા દિલ્હી હાઈકોર્ટે અપીલ કરી હતી, જેને અનુસંધાને પગલા ભરવાનું શરૂ કર્યું છે. તાજેતરમાં, ડાયરેક્ટરેટ જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ (ડીજીએચએસ), સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન (સીડીએસસીઓ)એ પણ આ જ આદેશ આપ્યો હતો. આરોગ્ય મંત્રાલયની સલાહ બાદ ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેકનોલોજી (MEITY) એ ઇ-સિગારેટની જાહેરાત પર પ્રતિબંધિત મુકવા માટે ઇન્ફર્મેશન ટેકનોલોજી નિયમો-2018માં સુધારો કરવાનો પણ પ્રસ્તાવ મૂક્યો હતો.

ઉપરાંત, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડિરેક્ટ ટેક્સ અને કસ્ટમ્સે એક પરિપત્ર જાહેર કર્યો હતો કે, ડ્રગ નિયંત્રક દ્વારા ઇ-સિગારેટ્સને લગતા તમામ માલસામાનને તાત્કાલિક ધોરણે દૂર કરવું ખુબ જરૂરી છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ) દ્વારા તૈયાર કરવામાં આવેલા અહેવાલ અનુસાર, ઈ-સિગારેટ તમાકુ ઉત્પાદનોના વ્યસન ઘટક નિકોટિનને બહાર કાઢે છે. ઉપરાંત નિકોટિન ગર્ભાવસ્થા દરમિયાન ગર્ભના વિકાસ પર પ્રતિકૂળ અસરો કરી શકે છે અને કાર્ડિયોવેસ્ક્યુલર રોગ પણ ફેલાવી શકે છે. ઈ-સિગારેટની ચર્ચા ઉપર કેટલાક સંગઠનોએ દાવો કર્યો છે કે, ઈ-સિગારેટ નુકસાન કારક છે અને તે તમાકુના ઉત્પાદન કરતાં ઓછું નુકસાન કરે છે. જોકે આ અંગેની સાબિતી માટે હાલમાં કોઈ પુરાવા નથી.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments