Sunday, November 28, 2021
Homeભારતના કડક વલણ પછી પાકિસ્તાન નરમ પડ્યું, સાંજે વડાપ્રધાનના ઘરે કેબિનેટ બેઠક
Array

ભારતના કડક વલણ પછી પાકિસ્તાન નરમ પડ્યું, સાંજે વડાપ્રધાનના ઘરે કેબિનેટ બેઠક

શ્રીનગર: ભારતના આકરા વલણ સામે પાકિસ્તાન નરમ પડ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન આવતી કાલે કોઈ પણ શરત વગર ભારતીય પાયલટને છોડવાની જાહેરાત કરી દીધી છે. નોંધનીય છે કે, ભારતે પાકિસ્તાનને કહ્યું કે, તેઓ તાત્કાલિક અને કોઈ પણ શરત વગર વિંગ કમાન્ડર અભિનંદન વર્થમાનને છોડી દે. હવે આજે ભારત અને પાકિસ્તાન વચ્ચેની સમગ્ર સ્થિતિની ચર્ચા કરવા માટે સાંજે 6.30 વાગે વડાપ્રધાનના ઘરે ઉચ્ચ સ્તરિય કેબિનેટ બેઠક યોજાશે.

ન્યૂઝ એજન્સીએ સૂત્રો દ્વારા જણાવ્યું હતું કે, ભારતે સ્પષ્ટ કહી દીધું છે કે, જો અભિનંદનને છોડવાના બદલામાં પાકિસ્તાન કોઈ સોદે બાજી કરવાનું વિચારતા હોય તો આ તેમની મોટી ભૂલ છે. આ દરમિયાન પાકિસ્તાન વિદેશ મંત્રાલયે કહ્યું કે, જો ભારત તણાવ ઓછો કરવા તૈયાર હોય તો તેઓ ભારતીય પાયલટને છોડવા માટે તૈયાર છે.

પાયલટને કંઈ પણ થશે તો કાર્યવાહી કરીશું: વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ મામલે કોઈ ત્રીજા પક્ષની જરૂર નથી. અમેરિકા પહેલેથી જ અમારી સાથે છે અને ચીનની નીતિ અસ્પષ્ટ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુએનના દરેક સભ્યો અને P4 સભ્યો પણ ભારતની સાથે છે.

– સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતે પાકિસ્તાનમાં જઈને કાર્યવાહી કરી તે વિશે દુનિયામાંથી ક્યાંય વિરોધ નથી થયો. આ રાજકારણની જીત છે. ભારતન માંગ છે કે, તેમના પાયલટને તુરંત છોડી દેવામાં આવે અને તેમને કોઈ નુકસાન ન થવું જોઈએ. ભારતનું સ્પષ્ટ વલણ છે કે, જો પાયલટને કંઈ પણ થશે તો ભારત તરફથી કાર્યવાહી કરવામાં આવશે.

– સૂત્રોએ કહ્યું છે કે, ભારત તુરંત અભિનંદનની મુક્તિ ઈચ્છે છે. કોઈ પણ પ્રકારની સોદાબાજીનો સવાલ ઉભો જ નથી થતો. જો પાકિસ્તાન વિચારતું હોય કે, અભિનંદનના બદલામાં કોઈ સોદો થઈ શકે તેમ છે, તો આ તેમની મોટી ભૂલ છે. ભારત ઈચ્છે છે કે, પાકિસ્તાનમાં અભિનંદન સાથે સારો વ્યવહાર કરવામાં આવે.
– ભારતે એક્શન દરમિયાન કોઈ રેસિડન્સ કે સૈન્યને ટાર્ગેટ નથી કર્યું. પરંતુ પાકિસ્તાને ભારતીય સૈન્યને ટાર્ગેટ કરીને વિવાદ વધાર્યો છે. ભારત પાસે લાઈન ઓફ કંટ્રોલ ક્રોસ કરવા માટે ચોક્કસ કારણ હતું. ભારતે પાકિસ્તાનની યુદ્ધ જેવી સ્થિતિ ઉભી કરવાના પ્રયત્નોને નિષ્ફળ કરી દીધા છે.

ભારત સાથે વાત કરતા પાકિસ્તાન તૈયાર: પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ નિવેદન આપ્યું છે કે, જો ભારતીય પાયલટને પરત કરતાં બંને દેશો વચ્ચે તણાવ ઓછો થતો હોય તો તેઓ તૈયાર છે. તેમણે એવું પણ કહ્યું છે કે, પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન ભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથે વાત કરવા તૈયાર છે.

અજીત ડોભાલે શરૂ કરી મહત્વની બેઠક: NSA અજીત ડોભાલે એક મહત્વની બેઠક કરી છે. આ બેઠકમાં આઈબી, રૉ અને ગૃહમંત્રાલયના અગ્રણી અધિકારીઓ સામેલ છે. રક્ષા મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે, ભારતનું વલણ સ્પષ્ટ છે કે, પાકિસ્તાની સેના જૈશ-એ-મોહમ્મદનું સમર્થન કરે છે.

દિવસ દરમિયાન બીજુ શું થયું?

– પાકિસ્તાને બપોરે 2.15 વાગે રાજૌરી સેક્ટરના નૌશેરામાં સીઝફાયર કર્યું હતું.

– પાકિસ્તાન તરફથી બપોરે એક વાગે ફરી પુંછ સેક્ટરની ક્રૃષ્ણા ઘાટીમાં સીઝફાયર કર્યું હતું.

– ઈન્ડિયન આર્મી અને ભારતીય વાયુ સેના દ્વારા સાંજે 5 વાગે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે.
– સુરક્ષા એજન્સીઓએ મુંબઈમાં આતંકી હુમલાનું એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈના દરેક મેટ્રો સ્ટેશનની તપાસ વધારી દેવામાં આવી છે.

નિર્મલા સીતારમણે ત્રણેય સેનાના પ્રમુખોની બેઠક બોલાવી: રક્ષા મંત્રી નિર્મલા સીતારમણએ એક વખત ફરી ત્રણેય સેનાના પ્રમુખોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં સરહદની સ્થિતિ અંગે ચર્ચા થશે. સૂત્રોનું માનવામાં આવે તો રક્ષા મંત્રી શુક્રવારે જમ્મુ કાશ્મીર જઈ શકે છે. તેઓ બોર્ડર પર એક પુલનું ઉદ્ઘાટન કરશે.

ગભરાયું પાકિસ્તાન: ભારતના કડક વલણને કારણે પાકિસ્તાન ગભરાય ગયું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ કહ્યું કે ભારત ગમે ત્યારે હુમલો કરી શકે છે. તેઓએ કહ્યું કે ભારત જમીન, સમુદ્ર અને હવા ગમે ત્યાંથી હુમલો કરી શકે છે. તેઓએ કહ્યું કે પાકિસ્તાન લડાઈ નથી ઈચ્છતું પરંતુ અમે અમારા દેશની રક્ષા માટે તૈયાર છીએ.

આજે થશે કેબિનેટ અને CCSની બેઠક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે તેમના ઘરે જ કેન્દ્રીય કેબિનેટ બેઠક બોલાવી છે. આ બેઠક સાંજે 6.30 વાગે થવાની છે. આ પહેલાં એક CCSની બેઠક પણ થવાની છે. જોકે તેમાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજ વિદેશ પ્રવાસે હોવાથી તેઓ આ બેઠકમાં હાજર રહેશે નહીં.

પાકિસ્તાને આજે સવારે સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું: મંગળવારે ભારતની એર સ્ટ્રાઈક પછી બુધવારે પણ પાકિસ્તાને વળતો જવાબ આપ્યો હતો અને તેમાં ભારતનું એક લડાકૂ વિમાન MIG-21 અને પાકિસ્તાનનું F-16 ધ્વસ્ત થઈ ગયા હતા. દિવસના અંતે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાને પ્રેસ કોન્ફરન્સ કરીને શાંતિની અપીલ પણ કરી હતી પરંતુ આજે વહેલી સવારે જ પાકિસ્તાન ફરી એની એ હરકત કરી દીધી છે. આજે વહેલી સવારે જ પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંધન કરવામાં આવ્યું છે. આજે સવારે એક કલાક સુધી પાકિસ્તાન તરફથી જમ્મુ-કાશ્મીરના કૃષ્ણાઘાટીમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. જોકે ભારતે પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. હાલ પણ સીમા પર તણાવની સ્થિતિ છે.

એલઓસી પાસેની સ્કૂલ બંધ: જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમાથી 5 કિમીની અંદર ધોરણ 12 સુધીની ખાનગી અને સરકારી સ્કૂલોને ગુરુવારે અને શુક્રવારે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જમ્મુ ડિવિઝનમાં સ્થિતિને ઘ્યાનમાં રાખીને 28 ફેબ્રુઆરીએ 8-9માં ધોરણના ગણિતનું પેપર પાછળ ઠેલી દેવામાં આવ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments