Sunday, November 28, 2021
Homeભારતના રાષ્ટ્રપતિએ આપી ધમકી, રાષ્ટ્રની સંપ્રભુતાની રક્ષા માટે પૂરી તાકાતનો ઉપયોગ કરાશે
Array

ભારતના રાષ્ટ્રપતિએ આપી ધમકી, રાષ્ટ્રની સંપ્રભુતાની રક્ષા માટે પૂરી તાકાતનો ઉપયોગ કરાશે

પુલવામા હુમલા બાદ વાયુસેનાની કાર્યવાહીનો ઉલ્લેખ કરતા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, રાષ્ટ્રની સંપ્રભુતાની રક્ષા માટે ભારત પોતાની સંપૂર્ણ તાકાતનો ઉપયોગ કરશે. અહીં એક કાર્યક્રમમાં સંબોધન કરતી વખતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યું કે, અલગ-અલગ દેશોના સમુહમાં ભારતનું વધતું કદ તેના સશસ્ત્ર દળોની તાકાત અને ક્ષમતાને અનુરૂપ છે.

ભારત શાંતિ માટે દૃઢ સંકલ્પ છે પરંતુ જરૂર પડ્યે રાષ્ટ્રની સંપ્રભુતા માટે અમે આપણી સંપૂર્ણ તાકતનો ઉપયોગ કરીશું. મને વિશ્વાસ છે કે, સેનામા આપણા શૂરવીર પુરુષો અને બહાદૂર મહિલા સૈનિક આવા સમયે પોતાનો દમ દેખાડી આપણા આ દૃઢ સંકલ્પને પ્રદર્શિક કરે છે. તેમની વીરતા અને દક્ષતાને આપણે જોઇ છે. જે પ્રકારે ભારતીય વાયુસેનાએ આતંકી ઠેકાણાને નિશાન બનાવી હુમલા કર્યા અને સાવચેતીવાળી કાર્યવાહીને સફળતા પૂર્વક સંપન્ન કરી, આ તેનું ઉદાહરણ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments