ભારતની આ સ્ટાર મહિલા એથલિટે સમલૈંગિક સંબંધ હોવાનું માન્યુ

0
24

એશિયાઈ રમતોમાં ભારત માટે બે સિલ્વર મેડલ જીતનાર સ્ટાર એથલીટ દુતી ચંદે મોટો ખુલાસો કર્યો છે. દુતી ચંદે જણાવ્યું કે તે છેલ્લા કેટલાંક વર્ષોથી સમલૈંગીક સંબંધમાં છે. દુતી ચંદ સાથે સંબંધમાં તેના ગામની એક છોકરી છે જેની ઓળખાણ સાર્વજનિક કરી નથી.

દુતી ચંદે પોતાના સમલૈંગિક સંબંધોને કબુલ કરતા જણાવ્યું છે કે મને કોઈ એવુ મળી ગયુ છે કે જે મને જીવથી વ્હાલુ છે. મને લાગે છે કે દરેક લોકોને પોતાના સંબંધોની આઝાદી હોવી જોઈએ કે તે કોની સાથે રહેવા માંગે છે.

 

દુતી ચંદે જણાવ્યું કે મે હંમેશા તે લોકોના અધિકારો માટે સાથ આપ્યો છે જે સમલૈંગિક સંબંધમાં રહેવા ઈચ્છે છે. આ કોઈ વ્યક્તિની પોતાની ઈચ્છા છે. હાલ મારૂ ફોકસ વર્લ્ડ ચેમ્પિયનશિપ અને ઓલંપિક ગેમ પર છે, પરંતુ ભવિષ્યમાં હું તેની સાથે સેટલ થવાની ઈચ્છા છે.

દુતી ચંદે જણાવ્યું કે મે એલજીબીટી સમુદાયના અધિકારો માટે અવાજ ઉઠાવવાની હિંમત તે સમયે કરી જ્યારે સુપ્રિમ કોર્ટે ઐતિહાસીક નિર્ણય સંભળાવ્યો હતો અને સેક્શન 377ને સજા માંથી દુર કરી. મારૂ સવ્પન હતુ કે મને કોઈ એવુ મળે જે મારી સાથે આખી જીદગી રહે અને ખેલાડી તરીકે સ્વિકારે.

દુતી ચંદે જણાવ્યું કે હું વિતેલા 10 વર્ષથી રનર છુ અને આગળના 5થી 7 વર્ષ સુધી દોડતી રહીશ. હું કોમ્પિટિશનમાં ભાગ લોવા માટે આખી દુનિયા ફરૂ છુ તે આસાન નથી અને મારે કોઈનો સહારો પણ જોઈએ.

જણાવી દઈએ કે આઈએએફ દ્વારા 2014માં પોતાની હાયપરએંડ્રોગેનિઝમ નીતિ મુજબ દુતીને કાઢી નાખવામાં આવી હતી અને એ જ કારણસર કોમનવેલ્થ ગેમ્સની ભારતિય ટીમમાંથી બહાર કરી દિધા હતા. ત્યાર પછી આ નિર્ણય વિરૂદ્ધ કોર્ટમાં અપિલ કરી હતી અને એ બાબતમાં તે જીતી આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here