ભારતની એરસ્ટ્રાઈક બાદ કચ્છમાં પાકિસ્તાનનું ડ્રોન દેખાતા તોડી પડાયું

0
32

એક તરફ ભારતીય વાયુસેનાએ પીઓકેમાં ઘુસીને એરસ્ટ્રાઈક કરી છે. તો બીજી તરફ કચ્છ ખાતે શંકાસ્પદ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડવામાં આવ્યું છે. અબડાસાના તુંધાતડ ગામ પાસે મિલીટ્રી કેમ્પ પાસેથી સંદિગ્ધ પાકિસ્તાની ડ્રોન દેખાતા તેને તોડી પાડવામાં આવ્યુ છે. ઘટનાની જાણ થતા સુરક્ષા એજન્સીઓ એલર્ટ બની છે. તેમજ વાયુસેનાની ટીમ પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.

પુલવામાં થયેલા આંતકી હુમલાનો બદલો લેવા માટે ભારતીય વાયુસેનાએ સવારમાં 3.30 વાગ્યે કાર્યવાહી કરી મુંહતોડ જવાબ આપ્યો છે. ભારતીય એરફોર્સે ઘણા મોટા વિમાનો સાથે એલઓસી પાર કરીને પાકિસ્તાન ઓક્યુપાઈ કાશ્મીરમાં કાર્યવાહી કરી હતી. વાયુસેનાએ આ કાર્યવાહીમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાઓને તબાહ કર્યા છે. સુત્રોની માનવામાં આવે તો પીઓકેમાં બાલાકોટ, ચકૌતી અને મુઝફ્ફરાબાદના આતંકી લોન્ચ પેડને તબાહ કર્યા હતા. અહીં ત્રણે જગ્યાએ જૈશ-એ-મોહમ્મદના અલ્ફા-3 ઠેકાણા હતા જે તબાહ કરી નાખ્યા.

વાયુસેનાએ પોતાની તાકાત બતાવતા બોમ્બમારી કરી અને આતંકી ઠેકાણાઓને તહેસ નહેસ કરી નાખ્યું હતું. એ પછી એરફોર્સના બેઝકેમ્પ પર ઘણી મોટી ગતિવિધિઓ જોવા મળી હતી. સુત્રોની માનવામાં આવે તો વાયુસેનાએ આ ઓપરેશન માટે લગભગ 10 મિરાજ પ્લેનનો ઉપયોગ કર્યો હતો. પાકિસ્તાનના રક્ષા વિશેષજ્ઞ કમર ચીમાએ કહ્યું હતું કે, અમને પણ હજુ પાકિસ્તાનના અધિકારીક નિવેદનની રાહ છે. તેમણે કહ્યું કે, ભારતીય સરકાર ચૂંટણીને જોતા આ પ્રકારનો માહોલ ઉભો કર્યો છે.

તો બીજી તરફ પુલવામાં હુમલા બાદ શાંતિનું નાટક કરી રહેલી પાકિસ્તાનની સરકાર પોતાની અવડચંડાઈથી બાજ નથી આવી રહી. મંગળવારે લાઈન ઓફ કંન્ટ્રોલ પાર કરી ફરી પાકિસ્તાને સીઝ ફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. આ ઉલ્લંઘન રાજૌરી અને પૂંછ સેક્ટરમાં થયું હતું. પાકિસ્તાનની આ હરકતના કારણે ભારતીય જવાનોએ પણ મુંહતોડ જવાબ આપ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here