Sunday, November 28, 2021
Homeભારતની જવાબી કાર્યવાહી બાદ પાકિસ્તાનના KSE-100માં 464 અંકનું ગાબડું, સેન્સેકસ 251 અંક...
Array

ભારતની જવાબી કાર્યવાહી બાદ પાકિસ્તાનના KSE-100માં 464 અંકનું ગાબડું, સેન્સેકસ 251 અંક ઘટ્યો

મુંબઈઃ પુલવામાં હુમલાની જવાબી કાર્યવાહીમાં આજે ભારતે પાકિસ્તાન પર કરેલા હુમલાના પગલે કરાંચી સ્ટોક એક્સચેન્જ (KSE)100 ઈન્ડેક્સમાં 464 અંકનો ઘટાડો જોવા મળ્યો હતો. ભારતીય શેરબજારમાં પણ મંગળવારે મોટો ઘટાડો જોવા મળ્યો હતો. શરૂઆતના કારોબારમાં સેન્સેકસ 467 અંક ઘટીને 35,746.63 પર પહોંચી ગયો હતો. જયારે નિફ્ટીમાં 138 અંકના ઘટાડા સાથે 10,742.50 પર પહોંચી ગયો હતો. જોકે બાદમાં હાલ સેન્સેક્સ 271 અંકના ઘટાડા સાથે 35,941 પર કારોબાર કરી રહ્યો છે. જયારે નિફ્ટી 75.40 અંકના ઘટાડા સાથે 10,804.70 પર કારોબાર કરી રહ્યો છે.

નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાનની સીમા પર આવેલા આતંકવાદી ઠેકાણાઓ પર ભારતીય વાયુસેનાની કાર્યવાહીના સમાચારો બાદ બંને દેશોની વચ્ચેનો તણાવ વધવાની શકયતાના કારણે શેરબજારમાં ઘટાડો આવ્યો છે. બેન્કિંગ, મેટલ અને પાવર સેકટરના શેરમાં વધુ વેચાણ જોવા મળ્યું હતું. કારોબાર દરમિયાન સેન્સેકસના 30માં 28 અને નિફ્ટીના 50માંથી 46 શેરોમાં ઘટાડો નોંધાયો હતો. બીએસઈના મોટાભાગના સેકટર ઈન્ડેક્સમાં નુકસાનમાં કારોબાર થયો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments