Thursday, October 21, 2021
Homeભારતની દરિયાદિલી, પહેલા વડામથક પર હુમલો કરવો હતો પણ નિર્દોષ લોકો મરે...
Array

ભારતની દરિયાદિલી, પહેલા વડામથક પર હુમલો કરવો હતો પણ નિર્દોષ લોકો મરે એમ હતા એટલે ના કર્યો

સૂત્રોના જણાવ્યા અનુસાર ભારતનો પ્લાન હજુ મોટો હતો. ભારતના ટાર્ગેટ પર તો જૈશ-એ મોહમ્મદ અને લશ્કર-એ-તોઇબાનું મુખ્યમથક હતુ કે જે બહવલપુરમાં આવેલુ છે. પરંતુ ત્યાં મોટી સંખ્યામાં સ્થાનિક નિવાસીઓ હોવાથી તેને ટાર્ગેટ કરવામાં ન આવ્યું. અને એનાં કારણે યુદ્ધની સ્થિતિ પણ થઈ શકે છે. એટલે એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે આ કાર્યવાહી ફક્ત અત્યારે બાલકોટમાં કરવામાં આવે.

પાકિસ્તાન દ્વારા સતત ફાયરિંગના કારણે સરહદ પાર વ્યવસાય બંધ કરવામાં આવ્યો છે. આ વ્યવસાય સલામાબાદ ટ્રેડ સેન્ટરથી ચાલી રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં મંગળવારની રાતથી ઘણા વિસ્તારોમાં ફાયરિંગ કરી રહ્યું છે.

18 ફેબ્રુઆરીએ વડા પ્રધાન મોદીએ આ હુમલાને મંજૂરી આપી હતી. ગુપ્તચર અધિકારીઓના જણાવ્યા મુજબ આ નિર્ણય અંગે ફક્ત સાત લોકો જ જાણે છે – મોદી, ડોભાલ, ત્રણ લશ્કરી વડા, રો અને ઇન્ટેલિજન્સ બ્યૂરોના વડા. ફેબ્રુઆરી 22એ હવાઇ દળે વિવિધ સરહદો પરથી રાત્રે ઉડાન ભરી દીધી હતી જેનાં કારણે તે લોકોનું ધ્યાન ભટકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments