Sunday, November 28, 2021
Homeભારતની લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ નવી સરકાર સાથે વાતચીત કરીશુંઃ પાકિસ્તાન
Array

ભારતની લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ નવી સરકાર સાથે વાતચીત કરીશુંઃ પાકિસ્તાન

ઇસ્લામાબાદઃ પાકિસ્તાને એકવાર ફરીથી ભારત સાથે વાતચીત શરૂ કરવા પર ભાર મુક્યો છે. ઇમરાન સરકારના મંત્રી ફવાદ ચૌધરીએ કહ્યું કે, ભારતની સાથે હાલ ચર્ચા-વિચારણા કરવાનો યોગ્ય સમય નથી, તેથી અમે લોકસભા ચૂંટણી બાદ જ વાતચીત કરવા માટે તૈયાર છીએ. આ પહેલાં ખુદ ઇમરાન ખાન પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને શાંતિ વાર્તાનું આમંત્રણ આપી ચૂક્યા છે. પરંતુ આતંકવાદ પર કાર્યવાહી નહીં કરવા માટે ભારત તરફથી પ્રસ્તાવ ફગાવી દેવામાં આવ્યો હતો.

પાકિસ્તાન સરકારમાં સુચના મંત્રી ફવાદ ચૌધરીએ ગલ્ફ ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે, ભારતમાં ચૂંટણીના કારણે કોઇ નેતા મોટો નિર્ણય લઇ શકે તેમ નથી. તેથી અમે લોકસભા ચૂંટણી બાદ અમારી વાતચીતના પ્રયત્નોને આગળ વધારીશું.

રાહુલ-મોદી સાથે વાતચીત માટે તૈયાર

પાકિસ્તાન માટે ક્યા નેતા સાથે શાંતિવાર્તા કરવી યોગ્ય રહેશે? આ સવાલના જવાબમાં ફવાદે કહ્યું કે, આનાથી કોઇ ફરક નથી પડતો કારણ કે, જે પણ સત્તામાં આવશે અમે તેમની સાથે વાતચીતના પ્રયત્નો કરીશું. તેઓએ કહ્યું કે, બંને તરફથી સ્થિરતા જરૂરી છે, ત્યારબાદ જ સંબંધોમાં સુધાર આવી શકે છે.

કરતારપુર કોરિડોર ફાયદાકારક

ચૌધરીએ કહ્યું કે, ભારત અને પાકિસ્તાનની વચ્ચે કરતારપુર કોરિડોર ખોલવાથી બંને દેશોના સંબંધો શ્રેષ્ઠ બનશે. આનાથી શીખોને મદદ મળશે ઉપરાંત દ્વિપક્ષિય સંબંધોને પણ ફાયદો થશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments