ભારતની સૌથી સસ્તી કારનો ‘ખિતાબ’ હવે આ કારના નામે

0
11

ભારતની અત્યારની સૌથી સસ્તી અને ટકાઉ કારની વાત થાય તો Renault ની આ કાર લોકોની પહેલી પસંદ હોય છે. જોકે આ સેગમેન્ટમાં અથવા તો આ રેન્જમાં Datsun redi GO પણ છે. પરંતુ redi GOથી વધારે લોકોને Kwid પસંદ આવી રહી છે. સૌથી વધારે વેચાતી હેચબેક કારમાંથી Renault  Kwidને અલગ ઓળખ બનાવી છે. આ કારની શરૂઆતી કિંમત ઘણી ઓછી છે અને બીજી કારની સરખામણીએ પણ સારી માઇલેજ આપે છે.

Renault  Kwidની 1.0 લિટર વર્ઝન અને એએમટી વેરિયન્ટની સાથે જ રફ લુકિંગ ક્લાઇંબર વર્ઝન પર છે. જેનું એન્જિન 5678 આરપીએમ પર 53 એચપી અને 4386 આરપીએમ પર 72 એનએમનું ટોર્ક જનરેટ કરે છે. કાર એક લિટરમાં 25.17 કિમી/લિટર સુધીની માઇલેજ આપે છે, જે કોઇ પણ કારની સરખામણીએ વધારે છે.

ઓછી કિંમતમાં આ કારમાં પ્રીમિયમ લૂક અને ઇન્ટરિયર, ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ જેવા શાનદાર ફિચર્સ આપવામાં આવ્યા છે. Renault  Kwidના મેન્ટનેન્સમાં પણ તમારા ખિસ્સા પર ભાર નહી પડે. Renault  Kwidના મેન્ટેન્સની વાત કરવામાં આવે તો આ સર્વિસ દરમિયાન માત્ર 2000 રૂપિયાનો ખર્ચ આવે છે.

Renault  Kwidની કિંમત 2.97 લાખ રૂપિયાથી શરૂ થાય છે જે 4.60 લાખ રૂપિયા સુધી જાય છે. આ કારમાં બજારમાં 8 વેરિયન્ટ ઉપલબ્ધ છે, જેમાં 4 0.8 લિટર મેન્યુઅલ, 2 1.0 લિટર મેન્યુઅલ અને 2 1.0 લિટર એએમટી વેરિયન્ટ શામેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here