ભારતને જ્ઞાન આપતા પહેલાં પાકના મંત્રીઓ આતંકીઓ સાથે મંચ પર બેસવાનું છોડેઃ રવિશ કુમાર

0
24

નવી દિલ્હીઃ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન દ્વારા લગાવવામાં આવેલા શાંતિ વાર્તા અસ્વીકાર કરવાના આરોપો સામે ભારતે પ્રતિક્રિયા આપી છે. ભારતીય વિદેશ મંત્રાલયના સ્પોક્સપર્સન રવિશ કુમારે શુક્રવારે કહ્યું કે, પાકિસ્તાનના મંત્રી ખુલ્લેઆમ આંતરરાષ્ટ્રીય સ્તરના આતંકીઓની સાથે એક મંચ પર બેસી રહ્યા છે. જ્યારે આ મંત્રીઓ આતંકીઓની સાથે એક મંચ પર બેસવાનું છોડી દેશે અને તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરશે ત્યારે જ શાંતિ વાર્તા સંભવ છે.

મીડિયા બ્રીફિંગમાં રવિશ કુમારના PAKને સવાલો

મુંબઇ અને પઠાણકોટ હુમલાના આરોપીઓ પર ચૂપ
  • મીડિયા બ્રીફિંગમાં રવિશ કુમારે પાકિસ્તાનના આરોપો સામે સવાલો પૂછતાં કહ્યું, તમારાં મંત્રી આંતરરાષ્ટ્રીય સ્તરના આતંકીઓની સાથે સતત સાર્વજનિક મંચ પર એકસાથે બેઠેલાં કેમ જોવા મળે છે?
  • હું એવા અનેક અવસરો ગણાવી શકું છું, જ્યારે તમારાં મંત્રીઓ આતંકીઓની સાથે એક મંચ પર બેઠેલા જોવા મળ્યા. 30 સપ્ટેમ્બર 2018ના રોજ પાકિસ્તાનના ધાર્મિક મામલાઓના મંત્રી આતંકી સંગઠન જમાત-ઉદ-દાવાના ચીફ હાફિઝ સઇદની સાથે એક મંચ પર બેઠેલાં જોવા મળ્યા હતા.
  • એકવાર ફરીથી ડિસેમ્બર 2018ના એક પ્રોગ્રામમાં પાકિસ્તાનના આંતરિક મંત્રી શેરયાર આફ્રિદીએ હાફિઝ સઇદ સાથે મુલાકાત કરી હતી. સમાચાર હતા કે, બંને મંચ ઉપર પણ સાથે બેઠાં હતા.
  • પાકિસ્તાન જો શાંતિ વાર્તા ઇચ્છે છે, તો 2008 મુંબઇ હુમલા અને 2016 પઠાણકોટ બોર્ડર પર આતંકી હુમલાના મુખ્ય આરોપી વિરૂદ્ધ કાર્યવાહી કેમ નથી કરી રહ્યું? પાક કેમ આતંકીઓને પોતાની જમીન પર આશ્રય આપે છે?
  • આ બધું જ એ સાબિત કરે છે કે, આતંકીઓને સતત પાકિસ્તાનથી સપોર્ટ મળી રહ્યો છે. જમાત-ઉદ-દાવા ખુલ્લેઆમ LoCમાં પોતાનો પગપેસારો કરી રહ્યા છે.
ઇમરાન ખાને આરોપ લગાવ્યા હતા

આ પહેલાં 8 જાન્યુઆરીના રોજ ઇમરાન ખાને આરોપ લગાવતા કહ્યું કે, ભારત સરકારે તેઓના કોઇ પણ શાંતિ પ્રસ્તાવ પર કોઇ પ્રતિક્રિયા નથી આપી. બે પરમાણુ સંપન્ન દેશોની વચ્ચે કોઇ પણ યુદ્ધ આત્મઘાતી સાબિત થઇ શકે છે. શાંતિ માટે દ્વિપક્ષીય વાર્તા જ એકમાત્ર યોગ્ય રસ્તો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here