Thursday, October 21, 2021
Homeભારતને સિરીઝમાં જીવંત રહેવા 159 રનની જરૂર
Array

ભારતને સિરીઝમાં જીવંત રહેવા 159 રનની જરૂર

સ્પોર્ટ્સ ડેસ્ક: ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે 20 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવી 158 રન કર્યા છે. કિવિઝ માટે કોલીન ડી ગ્રાન્ડહોમે સર્વાધિક 50 રન કર્યા હતા. જયારે રોસ ટેલરે 42 અને કેન વિલિયમ્સને 20 રનનું યોગદાન આપ્યું હતું. ભારત માટે કૃણાલ પંડ્યાએ 3 વિકેટ, ખલીલ અહેમદ 2 વિકેટ, ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા અને યૂઝવેન્દ્ર ચહલે 1-1 વિકેટ લીધી હતી. ભારતને સિરીઝમાં જીવંત રહેવા 159 રનની જરૂર છે.

કિવિઝ 15 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 121 રન કર્યા

કિવિઝે 15 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવી 121 રન કર્યા છે. રોસ ટેલર 24 રને અને કોલીન ડી ગ્રાન્ડહોમ 47 રને રમી રહ્યા છે. કિવિઝે 10 થી 15 ઓવર દરમિયાન વિના વિકેટ ગુમાવી 61 રન કર્યા છે.

ડેરેલ મિચેલને થર્ડ એમ્પાયર શૉન હાઇગે આઉટ આપતા કિવિઝ નિરાશ થયું હતું. હોટસ્પોટમાં બોલ બેટને અડ્યો તે સ્પષ્ટ દેખાય રહ્યું હતું.

કિવિઝે 10 ઓવરમાં 4 વિકેટ ગુમાવી 60 રન કર્યા

કિવિઝે 10 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવી 60 રન કર્યા છે. રોસ ટેલર 5 રને અને કોલીન ડી ગ્રાન્ડહોમ 7 રને રમી રહ્યા છે. કૃણાલ પંડ્યાએ પોતાની પહેલી ઓવરમાં કોલીન મુનરો અને ડેરેલ મિચેલને આઉટ કરી ભારતને મેચમાં મજબૂત પરિસ્થિતિમાં મૂકી દીધું છે. વિલિયમ્સન 17 બોલમાં 20 રન કરીને પંડ્યાની બોલિંગમાં એલબીડબ્લ્યુ આઉટ થયો હતો.

કિવિઝે 5 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવી 40 રન કર્યા

કિવિઝે 5 ઓવરના અંતે 1 વિકેટ ગુમાવી 40 રન કર્યા છે. કોલીન મુનરો 12 રને અને કેન વિલિયમ્સન 14 રને રમી રહ્યા છે. ભુવનેશ્વરની બોલિંગમાં એક્રોસ ધ લાઈન મોટો શોટ રમવા જતા સેઈફર્ટ ફક્ત એજ મેળવી શક્યો હતો અને વિકેટ પાછળ ધોનીના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 12 બોલમાં 12 રન કર્યા હતા.

કિવિઝે ટોસ જીતીને બેટિંગ લીધી

ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટી-20 સિરીઝની બીજી મેચમાં ઑક્લેન્ડના ઈડન પાર્ક ખાતે ન્યુઝીલેન્ડના કેપ્ટ્ન કેન વિલિયમ્સને ટોસ જીતીને બેટિંગ લીધી છે. કિવિઝ અને ભારત બંનેએ પોતાની ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી. રોહિત શર્મા ટી-20માં સર્વાધિક રન સ્કોરર બનવાથી 35 રન દૂર છે. ન્યુઝીલેન્ડનો માર્ટિન ગુપ્ટિલે તેના કરતા 34 રન વધારે કરી પ્રથમ સ્થાને છે, જયારે પાકિસ્તાનનો શોએબ મલિક તેના કરતા 25 રન આગળ છે.

ખેલાડી મેચ રન એવરેજ હાઈ સ્કોર ચોક્કા છગ્ગા
માર્ટિન ગુપ્ટિલ 76 2272 33.91 105 200 103
શોએબ મલિક 111 2263 30.58 75 186 61
રોહિત શર્મા 91 2238 32.43 118 201 98
વિરાટ કોહલી 65 2167 49.25 90* 218 48
બ્રેન્ડન મેક્કુલમ 71 2140 35.66 123 199 91

 

ટીમ ઇન્ડિયા :
રોહિત શર્મા (કેપ્ટ્ન), શિખર ધવન, ઋષભ પંત, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા, વિજય શંકર, દિનેશ કાર્તિક, યૂઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, ખલીલ અહેમદ

ટીમ ન્યુઝીલેન્ડ:
કેન વિલિયમ્સન (કેપ્ટ્ન), રોસ ટેલર, કોલીન મુનરો, મિશેલ સેન્ટનર, ટિમ સેઈફર્ટ, ડેરેલ મિશેલ, કોલીન ડી ગ્રાન્ડહોમ, સ્કોટ કુંગલીએજન, ટિમ સાઉથી, ઈશ શોધી, લોકી ફર્ગ્યુસન

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments