ભારતનો વિકાસ દર ઓછો, કૃષિ-રોજગારી પર ધ્યાન આપવું જોઇએ: IMF ચીફ

0
25

દાવોસમાં ચાલી રહેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમમાં IMF ચીફ ક્રિસ્ટીન લૈગાર્ડે ભારતના વિકાસ દર અંગે ટિપ્પણી કરી છે. ક્રિસ્ટીન લૈગાર્ડે કહ્યું કે વર્તમાન પરિસ્થિતિમાં ભારતનો વિકાસ દર ઘણો વધારે હોવો જોઈએ.

આ સાથે જ ભારત સરકારના આર્થિક સુધારાઓ પર પણ ટિપ્પણી કરી છે. ક્રિસ્ટીન લૈગાર્ડે કહ્યું કે ભારત એ ગતિએ વિકાસ નથી કરી રહ્યું જે ગતિએ આગળ વધવો જોઈએ.

આ ઉપરાંત ભારત સરકારે હજુ કેટલાક વધુ આર્થિક સુધારા અંગે વિચારવું જોઈએ. IMFએ 2019માં વિકાસ દર 7.5 ટકા રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.

ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ (IMF)ના મેનેજિંગ ડિરેકટર ક્રિસ્ટીન લૈગાર્ડે જણાવ્યું છે કે ભારતનો વિકાસ દર ઓછો છે, જે ગતિએ વિકાસ વધવો જોઇએ તે ગતિ વધી રહ્યો નથી.

આઇએમએફ ચીફે કહ્યું ભારતનો હાલનો વિકાસ દર ઓછો છે. IMF ચીફે જણાવ્યું કે ભારત સરકારે હજી વધારે આર્થિક સુધારા પર વિચારવું જોઇએ.

ઉલ્લેખનીય છે કે IMF દ્વારા એક દિવસ પહેલાં જ 2019માં ભારતનો વિકાસ દર 7.5 ટકા રહેશે તેવું અનુમાન કર્યું હતું. IMF ચીફે કહ્યું કે ભારતે દેશમાં કૃષિ ક્ષેત્રમાં આવી રહેલા સંકટને સુધારવું પડશે. જ્યારે ભારત જેવા દેશ માટે રોજગારી મુદ્દો મહત્વનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here