Wednesday, December 8, 2021
Homeભારતનો PAKને કડક સંદેશ, પાયલટને તુરંત પરત કરો, આતંકીઓ પર કાર્યવાહી કરે
Array

ભારતનો PAKને કડક સંદેશ, પાયલટને તુરંત પરત કરો, આતંકીઓ પર કાર્યવાહી કરે

શ્રીનગર: ભારત દ્વારા પાકિસ્તાનની સીમામાં ઘૂસીને કરવામાં આવેલી એર સ્ટ્રાઈક પછી બંને દેશોની વચ્ચે ખૂબ તણાવ ભરેલી સ્થિતિ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાને કચ્છ અને દરિયાઈ સીમા પાસે હથિયાર અને આર્મીને ડિપ્લોય કરવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાને તેમના માછીમારોને પણ હાલ દરિયો ખેડવાની ના પાડી દીધી છે. આ ઉપરાંત પાકિસ્તાને લાહોરથી અટારી સુધીની સમજૌતા એક્સપ્રેસ પણ રદ કરી દીધી છે.

પાયલટને કંઈ પણ થશે તો કાર્યવાહી કરીશું

 વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ મામલે કોઈ ત્રીજા પક્ષની જરૂર નથી. અમેરિકા પહેલેથી જ અમારી સાથે છે અને ચીનની નીતિ અસ્પષ્ટ રહી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે યુએનના દરેક સભ્યો અને P4 સભ્યો પણ ભારતની સાથે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતે પાકિસ્તાનમાં જઈને કાર્યવાહી કરી તે વિશે દુનિયામાંથી ક્યાંય વિરોધ નથી થયો. આ રાજકારણની જીત છે. ભારતન માંગ છે કે, તેમના પાયલટને તુરંત છોડી દેવામાં આવે અને તેમને કોઈ નુકસાન ન થવું જોઈએ. ભારતનું સ્પષ્ટ વલણ છે કે, જો પાયલટને કંઈ પણ થશે તો ભારત તરફથી કાર્યવાહી કરવામાં આવશે.

ભારત સાથે વાત કરતા પાકિસ્તાન તૈયાર

પાકિસ્તાની વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ નિવેદન આપ્યું છે કે, જો ભારતીય પાયલટને પરત કરતાં બંને દેશો વચ્ચે તણાવ ઓછો થતો હોય તો તેઓ તૈયાર છે. તેમણે એવું પણ કહ્યું છે કે, પાકિસ્તાની વડાપ્રધાન ઈમરાન ખાન ભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથે વાત કરવા તૈયાર છે.

અજીત ડોભાલે શરૂ કરી મહત્વની બેઠક: NSA અજીત ડોભાલે એક મહત્વની બેઠક કરી છે. આ બેઠકમાં આઈબી, રૉ અને ગૃહમંત્રાલયના અગ્રણી અધિકારીઓ સામેલ છે. રક્ષા મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે, ભારતનું વલણ સ્પષ્ટ છે કે, પાકિસ્તાની સેના જૈશ-એ-મોહમ્મદનું સમર્થન કરે છે.

એપડેટ:

– પાકિસ્તાન તરફથી બપોરે એક વાગે ફરી પુંછ સેક્ટરની ક્રૃષ્ણા ઘાટીમાં સીઝફાયર કર્યું હતું.                              – ઈન્ડિયન આર્મી અને ભારતીય વાયુ સેના દ્વારા સાંજે 5 વાગે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે.
– સુરક્ષા એજન્સીઓએ મુંબઈમાં આતંકી હુમલાનું એલર્ટ જાહેર કર્યું છે. મુંબઈના દરેક મેટ્રો સ્ટેશનની તપાસ વધારી દેવામાં આવી છે.

નિર્મલા સીતારમણે ત્રણેય સેનાના પ્રમુખોની બેઠક બોલાવી

 રક્ષા મંત્રી નિર્મલા સીતારમણએ એક વખત ફરી ત્રણેય સેનાના પ્રમુખોની બેઠક બોલાવી છે. આ બેઠકમાં સરહદની સ્થિતિ અંગે ચર્ચા થશે. સૂત્રોનું માનવામાં આવે તો રક્ષા મંત્રી શુક્રવારે જમ્મુ કાશ્મીર જઈ શકે છે. તેઓ બોર્ડર પર એક પુલનું ઉદ્ઘાટન કરશે.

ગભરાયું પાકિસ્તાન

 ભારતના કડક વલણને કારણે પાકિસ્તાન ગભરાય ગયું છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરૈશીએ કહ્યું કે ભારત ગમે ત્યારે હુમલો કરી શકે છે. તેઓએ કહ્યું કે ભારત જમીન, સમુદ્ર અને હવા ગમે ત્યાંથી હુમલો કરી શકે છે. તેઓએ કહ્યું કે પાકિસ્તાન લડાઈ નથી ઈચ્છતું પરંતુ અમે અમારા દેશની રક્ષા માટે તૈયાર છીએ.

આજે થશે કેબિનેટ અને CCSની બેઠક

 વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સાંજે તેમના ઘરે જ કેન્દ્રીય કેબિનેટ બેઠક બોલાવી છે. આ બેઠક સાંજે 6.30 વાગે થવાની છે. આ પહેલાં એક CCSની બેઠક પણ થવાની છે. જોકે તેમાં વિદેશ મંત્રી સુષમા સ્વરાજ વિદેશ પ્રવાસે હોવાથી તેઓ આ બેઠકમાં હાજર રહેશે નહીં.

પાકિસ્તાને આજે સવારે સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું

 મંગળવારે ભારતની એર સ્ટ્રાઈક પછી બુધવારે પણ પાકિસ્તાને વળતો જવાબ આપ્યો હતો અને તેમાં ભારતનું એક લડાકૂ વિમાન MIG-21 અને પાકિસ્તાનનું F-16 ધ્વસ્ત થઈ ગયા હતા. દિવસના અંતે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાને પ્રેસ કોન્ફરન્સ કરીને શાંતિની અપીલ પણ કરી હતી પરંતુ આજે વહેલી સવારે જ પાકિસ્તાન ફરી એની એ હરકત કરી દીધી છે. આજે વહેલી સવારે જ પાકિસ્તાન તરફથી સીઝફાયરનું ઉલ્લંધન કરવામાં આવ્યું છે. આજે સવારે એક કલાક સુધી પાકિસ્તાન તરફથી જમ્મુ-કાશ્મીરના કૃષ્ણાઘાટીમાં ફાયરિંગ કરવામાં આવ્યું છે. જોકે ભારતે પણ તેનો જડબાતોડ જવાબ આપ્યો છે. હાલ પણ સીમા પર તણાવની સ્થિતિ છે.

એલઓસી પાસેની સ્કૂલ બંધ

જમ્મુ-કાશ્મીરના સાંબા જિલ્લામાં નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સીમાથી 5 કિમીની અંદર ધોરણ 12 સુધીની ખાનગી અને સરકારી સ્કૂલોને ગુરુવારે અને શુક્રવારે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. જમ્મુ ડિવિઝનમાં સ્થિતિને ઘ્યાનમાં રાખીને 28 ફેબ્રુઆરીએ 8-9માં ધોરણના ગણિતનું પેપર પાછળ ઠેલી દેવામાં આવ્યું છે.

અમેરિકાની સલાહ- વાતચીતથી તણાવ ઓછો કરવાનો પ્રયત્ન કરે ભારત-પાકિસ્તાન

 અમેરિકાએ ભારત-પાકિસ્તાનને કહ્યું કે, તેઓ સીમા પર સૈન્ય ગતિવિધિઓને બંધ કરે અને એકબીજા સાથે વાત કરીને તણાવ ઓછો કરવાનો પ્રયત્ન કરે. અમેરિકન વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને કહ્યું છે કે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના નિયમો પ્રમાણે તેઓ તેમની જમીન પર આતંકવાદને આસરો ન આપે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments