Thursday, September 23, 2021
Homeભારતમાંથી પાકિસ્તાનને ટમેટાંનો સપ્લાઈ શરૂ, પરંતુ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ચાર ગણો વધ્યો
Array

ભારતમાંથી પાકિસ્તાનને ટમેટાંનો સપ્લાઈ શરૂ, પરંતુ ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ચાર ગણો વધ્યો

નવી દિલ્હીઃ પુલવામા હુમલા બાદ સમગ્ર દેશમાં આક્રોશનો માહોલ હતો. જેની અસર ભારત અને પાકિસ્તાનના વેપારી સંબધો પર પણ થઈ છે. રોડ માર્ગે થનારી ઘણી જરૂરી વસ્તુઓના સપ્લાઈમાં ઘટાડો થયો છે. બંને દેશો વચ્ચે ચાલતા તણાવના પગલે કારોબાર બંધ થઈ ગયો હતો. ટ્રકોની અવર-જવર પણ બંધ થઈ ગઈ હતી. હવે શ્રીનગરથી પાકિસ્તાનના કબ્જા વાળા ચકોટીની વચ્ચે ટ્રકોની અવર-જવર શરૂ થઈ ગઈ છે.

રાવલપિંડી અને લાહોરના બજારોમાં ભારતમાંથી આવેલી ઘણી શાકભાજીઓ ભરેલા ટ્રકો પહોંચવા લાગ્યા છે. આ સપ્લાઈનો આમ રૂટ હાલ પણ બંધ હોવાને કારણે ટ્રેડર્સને આ મોંઘું પડી રહ્યું છે. હાલ માત્ર શ્રીનગર-મુઝ્ઝફરાબાદ માર્ગથી જ માલ જઈ રહ્યો છે, જેનો ટ્રાન્સપોર્ટેશન ખર્ચ અટારી રૂટની સરખામણીમાં બેથી ચાર ગણો વધી ગયો છે. ઉલ્લેખનીય છે કે ભારતમાંથી મોટા પ્રમાણમાં ટમેટાંની નિકાસ પાકિસ્તાનમાં થાય છે.

આ રસ્તા પરથી સામાન મોકલાઈ રહ્યો છે

પાકિસ્તાનને ટામેટા સપ્લાઈ કરનાર વેપારીઓનું કહેવું છે કે તણાવ ઘટવાની સાથ સપ્લાઈ શરૂ થયો છે. જોકે ટ્રેડની રીતે આ બાબતને સામાન્ય ન કહી શકાય. હાલ માત્ર શ્રીનગર-મુઝફરાબાદ માર્ગથી જ રોજના 15થી 20 ટ્રક માલ જઈ રહ્યો છે. જયારે સામાન્ય દિવસોમાં પાકિસ્તાનને રોજના 75થી 100 ટ્રકો સપ્લાઈ થતા હતા. ટ્રેડર્સે હવે અટારી-વાધ બોર્ડરથી સપ્લાઈ શરૂ કરવા માટે સરકારનો સંપર્ક શરૂ કર્યો છે. આ માટે ખેડૂતોના હિતોનો હવાલો અપાઈ રહ્યો છે. ટામેટા સિવાય ઘણી શાકભાજીઓ ભારતથી પાકિસ્તાન જાય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments