- Advertisement -
ભારતમાંથી ભાગેડૂ જાહેર ઝાકિર નાઈક હવે ઈસ્લામનો પ્રચાર ફીફા વર્લ્ડકપ દરમિયાન કરતો જોવા મળે તો નવાઈની વાત નહી હોય ,કારણ કે ઇસ્લામિક કટ્ટરપંથી મૌલાના ઝાકિર નાઇક કે જે ભારતમાં વોન્ટેડ છે તેને ફિફા વર્લ્ડ કપ દરમિયાન ઉપદેશ આપવા માટે કતારમાં આમંત્રણ આપવામાં આવ્યું છે.
ભારતે 2016ના અંતમાં નાઈકના ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન ને “વિવિધ ધાર્મિક સમુદાયો અને જૂથો વચ્ચે દુશ્મનાવટ, દ્વેષ અથવા દુષ્ટતાની લાગણીઓને પ્રોત્સાહન આપવા અથવા પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવાના આરોપમાં ગેરકાયદેસર ઠેરવ્યું હતું અને તેના પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ મુક્યો હતો.
ફૈઝલ અલ્હાજરીએ ટ્વિટર પર ઝાકિર નાઈકનો ફોટો પોસ્ટ કર્યો અને લખ્યું, “ઈસ્લામિક ધર્મગુરુ શેખ ઝાકિર નાઈક વર્લ્ડ કપ દરમિયાન કતારમાં છે અને સમગ્ર વિશ્વ કપ દરમિયાન અનેક ધાર્મિક પ્રવચનો આપશે.