Tuesday, December 7, 2021
Homeભારતમાં આ સમયે 4.5 ગણું ફાસ્ટ ચાલે છે ઈન્ટરનેટઃ 4G સ્પીડ અહીં...
Array

ભારતમાં આ સમયે 4.5 ગણું ફાસ્ટ ચાલે છે ઈન્ટરનેટઃ 4G સ્પીડ અહીં સૌથી વધુ

દેશમાં રાતના સમયે ઇન્ટરનેટની સ્પીડ દિવસની સરખામણીમાં 4.5 ગણી વધુ મળે છે. સવારે 10 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી 4G ડાઉનલોડ સ્પીડ સરેરાશ 6.5 mbps કરતાં પણ ઓછી હોય છે. રાત્રે 12 વાગ્યા બાદ આ સ્પીડ વધવાનું શરૂ થાય છે. વાયરલેસ મેકિંગ કંપની ઓપલ સિગ્નલે ભારતના શહેરો પર જારી પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે.

સ્પીડ ટેસ્ટર કંપની ઓપન સિગ્નલના જણાવ્યા મુજબ દેશમાં રાત્રે 10 વાગ્યે ડાઉનલોડ સ્પીડ સૌથી ઓછી 3.7 mbps અને સવારે 4 વાગ્યે 4.5 ગણી વધુ એટલે કે 16.8 mbps હોય છે. મોબાઇલ ઇન્ટરનેટની ડાઉનલોડ સ્પીડ તેના ઉપયોગ પર નિર્ભર કરે છે. નેટવર્ક જેટલું બિઝી રહેશે તેટલી ઓછી સ્પીડ યુઝરને મળશે.

ઓપન સિગ્નલના જણાવ્યા મુજબ રાત્રે મોટા ભાગના લોકો પોતાના મોબાઇલ પર વીડિયો જુએ છે. તેની અસર નેટવર્ક પર પડે છે અને ડાઉનલોડ સ્પીડ પ્રભાવિત થાય છે. સવારે 4 વાગ્યે મોટા ભાગના યુઝર્સ સૂતા હોય છે તે સમયે નેટવર્કનો ઉપયોગ એટલો વધુ થતો નથી તેથી સ્પીડ વધારે મળે છે.

ઇન્ટરનેટની સ્પીડ ક્ષેત્રના હિસાબે પણ અલગ અલગ હોય છે. રિપોર્ટ મુજબ દેશમાં જ્યારે નેટવર્ક બિઝી રહે છે ત્યારે સરેરાશ ડાઉનલોડ સ્પીડ 2.5 mbps થી 5.6 mbpsની વચ્ચે રહે છે. જ્યારે નેટવર્કનો ઉપયોગ વધુ થતો નથી ત્યારે 4Gની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 9.9 mbpsથી 19.9 mbpsની વચ્ચે મળે છે.

ભારતના અલગ અલગ શહેરમાં ઇન્ટરનેટની ડાઉનલોડ સ્પીડ અલગ અલગ હોય છે. મુંબઇમાં 4Gની ડાઉનલોડ સ્પીડ સૌથી વધુ 8.1 mbps છે. અલ્હાબાદમાં સૌથી ઓછી 4 mbps છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments