Tuesday, September 21, 2021
Homeભારતમાં 'એવેન્જર્સ એન્ડગેમ'ની રેકોર્ડ બ્રેક કમાણી, 2 દિવસમાં 100 કરોડને પાર
Array

ભારતમાં ‘એવેન્જર્સ એન્ડગેમ’ની રેકોર્ડ બ્રેક કમાણી, 2 દિવસમાં 100 કરોડને પાર

મુંબઈઃ માર્વેલની ‘એવેન્જર્સ એન્ડગેમ’એ બોક્સ ઓફિસ પર કમાણીનો નવો જ રેકોર્ડ બનાવ્યા છે. અત્યાર સુધી ત્રણ દિવસની અંદર 100 કરોડની કમાણીનો રેકોર્ડ ‘બાહુબલી’ના નામે હતો. આ રેકોર્ડને ‘એવેન્જર્સ એન્ડગેમ’એ તોડી નાખ્યો છે ને બે દિવસમાં જ ભારતમાં 100 કરોડની કમાણી કરી છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન શૅર કરતાં કહ્યું હતું કે ફિલ્મે બે દિવસમાં જ 100 કરોડથી વધુ કમાણી કરી છે. ફર્સ્ટ વીકેન્ડમાં 150 કરોડની કમાણી થઈ શકે છે. ફિલ્મે શુક્રવારે 53.10 કરોડ તથા શનિવારે 51.40 કરોડની કમાણી કરતા કુલ 104.50 કરોડની કમાણી કરી છે. એક હોલિવૂડ ફિલ્મ માટે આ શાનદાર કમાણી છે.

તરણ આદર્શે વધુ એક ટ્વીટ કરી હતી, ”પહેલાં વીકેન્ડમાં 150 કરોડ રૂપિયા નક્કી છે. અત્યાર સુધી આ રેકોર્ડ કોઈ પણ હિંદી ફિલ્મે બનાવ્યો નથી. બે વર્ષ પહેલાં આ ક્રેઝ ‘બાહુબલી 2’ માટે હતો પરંતુ ‘એવેન્જર્સ’એ નવો જ રેકોર્ડ બનાવ્યો છે.”

આમિરની ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’નો રેકોર્ડ તોડ્યો

ગયા વર્ષે દિવાળી પર રિલીઝ થનારી આમિર ખાનની ફિલ્મ ‘ઠગ્સ ઓફ હિન્દુસ્તાન’એ પહેલાં દિવસે 52.25 કરોડની કમાણી કરી હતી. ‘એવેન્જર્સ..’એ આ રેકોર્ડ તોડીને પહેલાં દિવસે 53.10 કરોડની કમાણી કરી છે.

‘બાહુબલી 2’ કરતાં પાછળ
‘બાહુબલી 2’નું કુલ ઓપનિંગ 125 કરોડ રૂપિયા હતું. જેમાંથી 58 કરોડ તેલુગુથી, 41 કરોડ હિન્દીથી અને 26 કરોડ તમિળ તથા મલયાલમથી આવ્યા હતા.

ચીન સહિત વિશ્વભરમાં કમાણીની સુનામી

  • 24 એપ્રિલે ચીનમાં 608 સ્ક્રીન રિલીઝ
  • 334 કરોડ પહેલાં દિવસની કમાણી
  • અત્યાર સુધી 216 મિલિયન ડોલર એટલે કે 1500 કરોડની કમાણી માત્ર ચીનમાંથી થઈ છે
  • વર્લ્ડવાઈડ 4200 કરોડની કમાણી
  • 104 કરોડની ઓપનિંગ સાથે અમેરિકન બૉક્સ ઑફિસ પર બનાવ્યો રેકોર્ડ
  • અમેરિકામાં 2,130 કરોડ રૂ. કમાવ્યા બે દિવસમાં
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments