ભારતમાં કેટલા ખેડૂતોને દેવામાફીનો ફાયદો મળે છે? સામે આવી ચોંકાવનારી વિગતો

0
41

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં સત્તાધારી પાર્ટી ભાજપની વિધાનસભા ચૂંટણીમાં હાર અને ગત વર્ષે દેશના કેટલાક ભાગોમાં ખેડૂત આંદોલનને લઇને કૃષિક્ષેત્રના પડકારો રાષ્ટ્રીય મુદ્દો બન્યા. એ જરૂરી પણ હતું કારણ કે કૃષિ ક્ષેત્રે દેશમાં કુલ રોજગારના 49 ટકા છે અને દેશની લગભગ 70 ટકા જનસંખ્યા આના પર આધારિત છે.

આ હકિકત છતા કૃષિ ક્ષેત્ર કિનારે રહ્યું છે. ત્યારે હાલના સમયમાં આ પણ મુદ્દો રાજકીય લાભ અને વસ્તીવાદી નીતિઓને લઇને ખેડૂતોની દેવામાફી, વધુ ન્યૂનતમ ટેકાના ભાવ અને હાલમાં જ તેલંગાનાના રાયથૂ બંધુ સ્કીમ આસપાસ સીમિત છે.

આપણે સમજવાની જરૂર છે કે ખેડૂતોની સમસ્યા રાતો-રાત નથી પૈદા થઇ. નીતિ આયોગની 2017ના રિપોર્ટ, ખેડૂતોની આવક બેગણી કરવાની પહેલ સહિત કેટલીક આવી સમીક્ષાથી સ્પષ્ટ કરેલ ખેડૂતોની સમસ્યા 1991-92માં શરૂ થઇ. આ સમય સુધી બન્ને કૃષિ અને બિન કૃષિ ક્ષેત્રોમાં સમાન સ્તરે વિકાસ થઇ રહ્યો હતો.

જાણો, ખેડૂતોને આ વમળમાંથી બહાર કાઢવા માટે શું કરવામાં આવ્યું?

દેવામાફીથી કેટલાક ખેડૂતોને ફાયદો, જમીન વિહોણાઓ માટે બિનઅસરકારક

દેવામાફી કોઇ બિમારીનો ઇલાજ નથી પરંતુ કેટલાક ખેડૂતોને તાત્કાલિક અસરથી રાહત પહોંચાડવા માટેનો એક રસ્તો છે. આનો ફાયદો માત્ર તેજ ખેડૂતોને થાય છે જેમણે સંસ્થાગત દેવુ લીધું છે. છેલ્લા એનએસએસઓ સર્વે 2013 અનુસાર દેશમાં 52 ટકા કૃષિ પરિવાર દેવામાં ડૂબે છે અને આમા અંદાજિત 60 ટકા પરિવારોએ કોઇ સંસ્થા પાસેથી દેવુ કર્યું છે. જોકે, સ્પષ્ટ છે કે અંદાજિત 31 ટકા(52 ટકાના 60 ટકા) કૃષિ પરિવારોને દેવામાફીનો ફાયદો પહોંચવાની આશા છે.

તેવું જ નિષ્કર્ષ નાબાર્ડની 2015-16ના રિપોર્ટથી નિકળે છે. રિપોર્ટ અનુસાર 43.5 ટકા ખેડૂત પરિવારોને આ વર્ષ દરમિયાન દેવુ લીધુ(જોકે 52.5 ટકા પરિવાર દેવામાં ડૂબ્યા હતા). જેમાં 60.4 ટકા પરિવારોએ કોઇ સંસ્થાથી દેવુ કર્યું તે જ સ9.2% પરિવારોએ બંને સંસ્થા અથવા બિન-સંસ્થાકીય સ્રોતોમાંથી લોન લીધી. આ આંકડાઓથી પણ દેવામાફીનો ફાયદો અંદાજિત 30 પરિવારોને મળે છે.(43.5 ટકાના 69.5 ટકા).

આ આંકડાઓમાં જે સચ્ચાઇ છૂપાયેલી છે તે એ છે કે દેવામાફીનો કોઇ ફાયદો જમીન વિહોણા ખેડૂતો સુધી નથી પહોંચ્યો. આંકડાઓમાં તેમની સંખ્યા કુલ ગ્રામ્ય પરિવારોના 56.41 ટકા છે.

રોકાણ ઓછું છે અને સતત ઓછું થઇ રહ્યું છે

કૃષિ ક્ષેત્રનો સૌથી મોટો પડકાર છે ઓછુ રોકાણ અને તેમાથી સતત ઘટતુ રોકાણ છે. કૃષિ આંકડા 2017 અનુસાર 2011-12થી 2016-17 દરમિયાન કૃષિ ક્ષેત્રમાં સરકારી રોકાણ 0.3થી 0.4 ટકા રહ્યું છે ત્યારે ખાનગી ક્ષેત્રનું રોકાણ 2.7 ટકાથી ઘટીને 1.8 ટકા પર પહોંચી ગયો છે. જેને લઇને ખાનગી ક્ષેત્રનું રોકાણ 2.7 ટકાથી ઘટીને 1.8 ટકા પર આવી ગયું છે. જેને લઇને ક્ષેત્રમાં કુલ રોકાણ 2011-12માં 3.1 ટકાથી ઘટીને 2.2 ટકા પર પહોંચી ગયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here