ભારતમાં કોરોનાથી ભોગ બનનારા દર્દીઓની સંખ્યા 17 હજારને પાર, 24 કલાકમાં 507નાં મોત

0
3
દેશમાં કોરોનાના કુલ 5.85 લાખ પોઝિટવ કેસ નોંધાયા તેમાંથી 3.47 લાખ દર્દીઓ સાજા થયા
દેશમાં કોરોનાના કુલ 5.85 લાખ પોઝિટવ કેસ નોંધાયા તેમાંથી 3.47 લાખ દર્દીઓ સાજા થયા.
  • દેશમાં કોરોનાના કુલ 5.85 લાખ પોઝિટવ કેસ નોંધાયા તેમાંથી 3.47 લાખ દર્દીઓ સાજા થયા

નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)નો પ્રકોપ રોકાવાનું નામ નથી લઈ રહ્યો અને કોરોનાના કારણે જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા 17 હજારને પાર પહોંચ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બુધવાર સવારે જાહેર થયેલા આંકડાઓ મુજબ છેલ્લા ચોવીસ કલાકમાં 18,653 નવા પોઝિટિવ કેસ (Covid-19) નોંધાયા છે.

ચિંતાજનક બાબત એ છે કે, છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના કારણે 507 દર્દીઓએ પોતાનાં જીવ ગુમાવ્યા છે. મંગળવારે જાહેર થયેલા આંકડા મુજબ ગઈકાલે 418 દર્દીઓનાં મોત થયા હતા જ્યારે આજે તે આંકડો 500ને પાર પહોંચી ગયો છે. ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાના 5 લાખ 85 હજાર 493 કન્ફર્મ કેસ નોંધાઈ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ, ભારતમાં કોરોના વાયરસના હવે 2 લાખ 20 હજાર 114 એક્ટિવ કેસ છે. કોરોનાથી અત્યાર સુધી દેશભરમાં 17,400 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. બીજી તરફ, 3 લાખ 47 હજાર 979 લોકો સાજા પણ થઇ ચૂક્યા છે.

ગુજરાતમાં કોરોના વાયરસના કેસની સંખ્યામાં છેલ્લા ઘણા દિવસથી વધારો નોંધાઈ રહ્યો છે. મંગળવાર સાંજે જાહેર થયેલા આંકડાઓ મુજબ, રાજ્યમાં 24 કલાકમાં 620 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં 24 કલાકમાં 20 દર્દીનાં કોરોના વાયરસાના કારણે મોત થયા છે. 24 કલાકમાં 424 દર્દીઓએ કોરોના વાયરસને મ્હાત આપી છે અને સાજા થઈને ઘરે પરત જતા રહ્યા છે.

રાજ્યમાં અમદાવાદ બાદ હવે સુરતમાં ચિંતા વધી છે. સુરતમાં છેલ્લા ઘણા દિવસોથી 200 અને 200 કરતાં વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે. દરમિયાન અમદાવાદમાં 197 અને સુરતમાં 199 કેસ નોંધાયા છે.

અમદાવાદમાં 197, સુરતમાં 199, આણંદમાં 14, ગાંધીનગરમાં 16, પાટણમાં 11, વડોદરામાં 52, વલસાડમાં 20, જામનગરમાં શહેરમાં 15, કચ્ચમાં 9, ભરૂચમાં 8, મહેસાણામાં 7, જૂનાગઢ કોર્પોરેશનમાં 6, ખેડામાં 6, ભાવનગર, રાજકોટ શહેરમાં 5-5, અરવલ્લીમાં 5, પંચમહાલમાં 5, સાબરકાંઠામાં 4, બોટાદમાં 4, સુરેન્દ્રનગરમાં 4, ભાવનગરમાં 3, જામનગરમાં 3, ગીર સોમનાથમાં 3, પોરબંદર, અમરેલીમાં 3-3, મહીસાગરમાં 2, જૂનાગઢ ગ્રામ્યમાં 2, નવસારી, મોરબીમાં 2-2, રાજકોટમાં, બનાસકાંઠામાં 1, નર્મદામાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, અન્યરાજ્યમાં એક મળીને 620 કેસ નોંધાયા છે.

આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 32446 કેસ પોઝિટિવ નોંધાઈ ચુક્યા છે. આ પૈકીના 23670 દર્દીઓને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. જ્યારે હાલમાં 6928 દર્દીઓ એક્ટિવ દર્દી તરીકે સારવાર લઈ રહ્યા છે. રાજ્યમાં હાલમાં 71 દર્દી વેન્ટીલેટર પર છે.

અમદાવાદમાં 20,913 પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે 1442 લોકોના મૃત્યુ થયા છે. અમદાવાદમાંથી 15,968 લોકોએ કોરોનાને મ્હાત પણ આપી છે. જ્યારે રાજ્યમાં સુરતમાં 4829 પોજિટિવ કેસ નોંધાયા છે જેમાંથી 3301 લોકોએ કોરોનાને મ્હાત આપી છે અને 164 દર્દીના મૃત્યુ થયા છે.રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 20 દર્દીનાં મોત થયા છે જેમાં અમદાવાદમાં 9, સુરતમાં 4, વડોદરામાં 2, ગાંધીનગરમાં 2, જૂનાગઢમાં 1, પાટણમાં 1, નવસારીમાં 1 દર્દીનો સમાવેશ થાય છે.