Wednesday, September 22, 2021
Homeભારતમાં નવી કરતા સેકન્ડ હેન્ડ કારનું માર્કેટ મોટુ
Array

ભારતમાં નવી કરતા સેકન્ડ હેન્ડ કારનું માર્કેટ મોટુ

અમદાવાદ:  વધુ પસંદગી અને સરળ ફાઈનાન્સ ઉપલબ્ધ બનતા ભારતમાં નવી કાર કરતા સેકન્ડ હેન્ડ કારનું બજાર મોટું બની ગયું છે. નવા અને પ્રી-ઑન વ્હિકલ્સની પ્રાઇસિંગ અને એનાલીટિક્સમાં ઉદ્યોગમાં સૌપ્રથમ પ્લેટફોર્મ ઇન્ડિયા બ્લૂ બુક (આઇબીબી)એ આજે ‘ઇન્ડિયા પ્રી-ઑન કાર માર્કેટ રિપોર્ટ’ની ત્રીજી એડિશન જાહેર કરી હતી. આ રિપોર્ટ મુજબ દેશમાં વર્ષે 36 લાખ નવી કારનું વેચાણ થાય છે તેની સરખામણીએ 40 લાખ જૂની કારનું વેંચાણ નોંધાયું છે. નવી કારનાં બજાર કરતાં જૂની કારની બજાર 1.2 ગણી મોટી છે. મહિન્દ્રા ફર્સ્ટ ચોઇસ વ્હીલ્સ લિમિટેડનાં એમડી અને સીઇઓ આશુતોષ પાંડેએ કહ્યું હતું કે, ભારતીય પ્રી-ઑન વ્હિકલનું બજાર પરિવર્તનનાં રસપ્રદ તબક્કામાં છે. અનપેક્ષિત છતાં રસપ્રદ પરિવર્તન ગ્રાહકની નિર્ણય લેવાની પ્રક્રિયામાં ટેકનોલોજીની અસર છે, જેની સાથે કિંમતમાં પારદર્શકતા અને વાહનની સરળ શોધ પ્રી-ઑન કાર ઇકોસિસ્ટમમાં નવી ‘વિશ્વસનિય’ ચેનલ પણ નિર્ણાયક પરિબળો છે.

2022 સુધીમાં સેકન્ડ હેન્ડ કારનું બજાર 72 લાખે પહોચશે

આ રિપોર્ટમાં જણાવ્યા મુજબ જે ગતિએ જૂની કારનું માર્કેટ વધી રહ્યું છે તે જોતા વર્ષ 2021-22 સુધીમાં તેનું વેંચાણ 67 લાખથી 72 લાખ કાર થવાની ધારણા છે. પ્રી-ઑન કાર અને સંલગ્ન ઉદ્યોગનું મૂલ્ય આગામી ત્રણ-ચાર વર્ષમાં રૂ. 50,000 કરોડ થઈ જશે તેમ નિષ્ણાતોનું માનવું છે.

જૂની કાર માટે ઓનલાઈન પૂછપરછમાં વધારો

પ્રી-ઑન કાર વ્યવહારોમાં ડિજિટલ માધ્યમની ભૂમિકામાં વધારો થયો છે અને મજબૂત થઈ છે, જેમાં પ્રી-ઑન કાર સાથે સંબંધિત પૂછપરછમાં ઝડપથી વધારો થયો છે તથા નાણાકીય વર્ષ 2018-19માં 17 કરોડથી વધારે પૂછપરછ મળી હતી. રીપોર્ટ મુજબ ઇન્ટરનેટનો વ્યાપ વધવાથી વેચાણની જાણકારી માટે નવું માધ્યમ ખુલ્યું છે. 40 ટકાથી વધારે ગ્રાહકો સંશોધનથી ખરીદીમાં પસંદગીનાં મોડલને વળગી રહે છે. એટલે પસંદગીનાં મોડલની ઉપલબ્ધતા ખરીદીનાં માધ્યમની પસંદગી કરવામાં મુખ્ય પરિબળ છે.

ખરીદનારાઓમાં હેચબેક્સ અને સેદાનને પ્રથમ પસંદગી

પ્રી-ઑન કારની ખરીદી વાજબીપણાથી સંચાલિત છે અને તેમાંથી મોટાં ભાગનાં ગ્રાહકો પહેલી વાર કાર ખરીદે છે, જેમાંથી 75 ટકાથી વધારે પ્રી-ઑન કારની ખરીદીમાં હેચબેક્સ અને સેદાનને પસંદ કરે છે, જે નવી કારનાં બજારની ખરીદીનાં રેશિયો જેટલો છે.

યુઝ્ડ કાર સેગમેન્ટમાં કંપનીઓનું રૂ. 5,000 કરોડનું રોકાણ

છેલ્લાં 4 વર્ષમાં યુઝ્ડ કાર સેગમેન્ટની કંપનીઓમાં રોકાણ રૂ. 5,000 કરોડનું થયું છે. પ્રી-ઑન કારની માગમાં વધારો થવાની સાથે એની ઇકોસિસ્ટમમાં વૃદ્ધિ થઈ રહી છે જેના કારણે વિવિધ કંપનીઓ આકર્ષાતા અસંગઠિત બજાર સંગઠિત સ્વરૂપ ધારણ કરી રહ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments