ભારતમાં પૉપ સેલ્ફી કેમેરા સાથે લોન્ચ થશે Vivo V15 Pro, કિંમત માત્ર આટલી

0
161

સ્માર્ટફોન મોબાઇલ કંપની Vivoએ 20 ફેબ્રુઆરીએ પોતાનો નવો મોબાઇલ ફોન લોન્ચ કરવા જઇ રહી છે. Vivo કંપનીએ પોતાના ઑફિશ્યલ ટ્વિટર એકાઉન્ટ પર આ અંગેની જાણકારી આપી છે. કંપની Vivo Proનો નવો મોબાઇલ ફોન લોન્ચ કરવા જઇ રહી છે. આ મોબાઇલનો એક ટિઝર વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો અનુસાર, આ મોબાઇલ ફોનમાં 32MPનો પોપઅપ સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે.

કંપનીએ જણાવ્યુ કે,  આ દુનિયાનો પ્રથમ પોપઅપ સેલ્ફી ફોન છે. વીડિયોમાં પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, રેર કેમેરામાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યુ છે. એટલે કે આ મોબાઇલની કેમેરા પેનલમાં એક સાથે ત્રણ કેમેરા આપવામાં આવ્યા છે. આ સાથે જ કેમેરામાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ફિચર્સ પણ આપવામાં આવ્યા છે. આ સિવાય આ મોબાઇલ ફોનના વીડિયો ટિઝરમાં આમિર ખાન તેની જાહેરાત કરી રહ્યો છે.

18 સેકન્ડના આ વીડિયોમાં કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર આમિર ખાન આ ફોનનો ઉપયોગ કરી રહ્યો છે. 32mpનો આ કેમેરો અપગ્રેડ પણ કરી શકાશે. કારણ કે Vivo Nexમાં 8  મેગાપિક્સલનો કેમેરા આપવામાં આવ્યો છે. Vivo Nexને ગત વર્ષે જુલાઈ મહિનામાં પ્રથમ પોપઅપ કેમેરા સાથે લોન્ચ કરવામાં આવ્યો હતો, જેની કિંમત 44,990રૂ. હતી. આ સિવાય નવા ફોનમાં 6 GB RAM અને 128 GB સ્ટોરેજ કેપેસિટી હશે. બ્લેક અને બ્લૂ એમ 2 કલરમાં મોબાઇલ મળી રહેશે.

બેન્ચમાર્ક લિસ્ટિંગ વેબસાઇટ અનુસાર Vivo V15 Pro આ ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 675 પ્રોસેસર પાવર હશે. આ સિવાય આ ફોન Android Pie સિસ્ટમ પર કામ કરશે. લીક થયેલા એક રિપોર્ટ અનુસાર આ મોબાઇલ ફોનમાં 48, 8 અને 5mp કેમેરા પણ હોઇ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here